18 February, 2026 07:09 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ડિજિટલ પેમેન્ટ વધી રહ્યું છે અને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) વ્યવહારો રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા હોવા છતાં દેશમાં રોકડનું ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ના તાજેતરના અહેવાલ મુજબ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં દેશમાં કુલ રોકડ એટલે કે કરન્સી ઇન સર્ક્યુલેશન (CiC) ૪૦ લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આ આંકડો વાર્ષિક ધોરણે ૧૧.૧ ટકા વધ્યો છે.