સામાન્ય માનવીને રાહત, ખાદ્ય પદાર્થ સસ્તા થયા

14 August, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુલાઈમાં ભારતનું રીટેલ ઇન્ફ્લેશન ૮ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યું

પ્રતીકાત્મક તસવીર

દેશમાં રીટેલ ઇન્ફ્લેશનના મોરચે સામાન્ય માણસને રાહત મળી છે. જુલાઈ મહિનામાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડાને કારણે આ મહિને ભારતનો છૂટક ફુગાવો ઘટીને ૧.૫૫ ટકા થયો છે. આ છેલ્લાં ૮ વર્ષમાં સૌથી નીચો છે. જૂનમાં એ ૨.૧૦ ટકા હતો. આમ ફુગાવામાં પંચાવન બેસિસ પૉઇન્ટનો ઘટાડો થયો છે. જૂન ૨૦૧૭ પછી આ વર્ષ-દર-વર્ષનો સૌથી નીચો ફુગાવો છે.

જૂન ૨૦૨૫ની સરખામણીમાં જુલાઈ ૨૦૨૫માં ખાદ્ય ફુગાવામાં ૭૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે જુલાઈમાં ખાદ્ય ફુગાવો ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં માઇનસ ૧.૭૬ ટકાના નકારાત્મક ઝોનમાં આવી ગયો હતો. જુલાઈ ૨૦૨૫ દરમ્યાન મુખ્ય ફુગાવા અને ખાદ્ય ફુગાવામાં આ ઘટાડાનું કારણ કઠોળ, શાકભાજી, અનાજ, ઈંડાં અને ખાંડના ઘટેલા ભાવ છે.

business news food news indian food mumbai food news share market stock market