09 May, 2026 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપ મહેતા
વર્લ્ડ ડાયમન્ડ કાઉન્સિલ (WDC)એ રૉની વેન્ડરલિન્ડેનને પ્રમુખ તરીકે અને ભારતીય ઉદ્યોગના અનુભવી અનુપ મહેતાને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આ જાહેરાત શૅર કરવામાં આવી હતી, જેમાં અનુપ મહેતાને તેમની નિમણૂક બદલ અભિનંદન આપવામાં આવ્યાં હતાં અને વૈશ્વિક હીરા ક્ષેત્રને મજબૂત બનાવવામાં તેમના સતત યોગદાન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
WDC ઇન્ટરનૅશનલ રિયલ ડાયમન્ડ ટ્રેડિંગ ચેઇનમાં બિઝનેસ અને ઑર્ગેનાઇઝેશનને રિપ્રેઝન્ટ કરે છે અને જવાબદાર સોર્સિંગ, પારદર્શિતા, ટ્રેસેબિલિટી અને કન્ઝ્યુમર કૉન્ફિડન્સના મુદ્દાઓ પર સરકારો, ઇન્ડસ્ટ્રીના સ્ટેકહોલ્ડર્સ અને રેગ્યુલેટરી બૉડીઝ સાથે કામ કરે છે.
અનુપ મહેતા ઘણા દાયકાઓથી ઇન્ડિયન જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને વેપાર અને ઉદ્યોગ પહેલોમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી છે.