30 August, 2025 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભારતીય રૂપિયો ગઈ કાલે ૬૧ પૈસા ઘટીને ૮૮.૧૯ (કામચલાઉ) રૂપિયા પ્રતિ ડૉલરના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. ડૉલર સામે ફેબ્રુઆરીમાં એનો અગાઉનો રેકૉર્ડ ૮૭.૯૫ રૂપિયા હતો. આમ હવે એ ૮૮ રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે. ૨૦૨૫માં અત્યાર સુધીમાં રૂપિયો લગભગ ૩ ટકા નબળો પડ્યો છે અને એશિયામાં સૌથી ખરાબ ચલણ સાબિત થયો છે. ઇન્ટરબૅન્ક ફૉરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો અમેરિકન ડૉલર સામે ૮૭.૭૩ પર ખૂલ્યો હતો, પછી એ ગગડીને ૮૮.૩૩ના ઇન્ટ્રા-ડે નીચા સ્તરે પહોંચી ગયો હતો અને છેવટે ૮૮.૧૯ (કામચલાઉ)ના સર્વકાલીન નીચા સ્તરે સ્થિર થયો હતો જે એના પાછલા બંધ કરતાં ૬૧ પૈસાનો તીવ્ર ઘટાડો દર્શાવે છે. ગુરુવારે રૂપિયો યુએસ ડૉલર સામે ૧૧ પૈસા વધીને ૮૭.૫૮ પર બંધ થયો હતો.