માઉન્ટ ગોક્સ દ્વારા બિટકૉઇનની મોટા પાયે ટ્રાન્સફર

25 July, 2024 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇસી૧૫ ઇન્ડેક્સ ૯૩૧ પૉઇન્ટ ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

માઉન્ટ ગોક્સે બિટકૉઇનનું મોટા પાયે ટ્રાન્સફર કર્યું એને પગલે બુધવારે વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ–આઇસી૧૫ બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ૧.૦૯ ટકા (૯૩૧ પૉઇન્ટ) ઘટીને ૮૪,૩૪૧ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૮૫,૨૭૨ ખૂલીને ૮૫,૩૪૫ની ઉપલી અને ૮૩,૧૨૩ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. પોલિગૉન, કાર્ડાનો, પોલકાડૉટ અને ચેઇનલિન્ક ઘટ્યા હતા, જ્યારે એક્સઆરપી, ટ્રોન, લાઇટકૉઇન અને ટોનકૉઇન વધ્યા હતા.

દરમ્યાન મૉનિટરી ઑથોરિટી ઑફ સિંગાપોરે ડિજિટલ ઍસેટ કસ્ટોડિયન હેક્સ ટ્રસ્ટને મેજર પેમેન્ટ ઇન્સ્ટિટ્યુશન તરીકે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ ટ્રસ્ટ સિંગાપોરમાં કસ્ટોડિયન સર્વિસિસ પૂરી પાડશે તથા ડિજિટલ પેમેન્ટ ટોકનમાં ઓવર ધ કા‌ઉન્ટર (OTC)  ટ્રેડિંગ પૂરું પાડશે.

અન્ય અહેવાલ મુજબ સ્પૉટ ઈથેરિયમ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF)નું વૉલ-સ્ટ્રીટ પર કામકાજ શરૂ થઈ ચૂક્યું છે. ઉપરાંત ઈથર ETFમાં ૧૦૬ મિલ્યન કરતાં વધુનું નેટ-રોકાણ થયું છે.

business news crypto currency bitcoin