અમેરિકન ડૉલર સામે રૂપિયો પહોંચ્યો ૯૨.૩૩ના નવા રેકૉર્ડ નીચા સ્તરે

10 March, 2026 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રૂડના ભાવ પણ પ્રતિ બૅરલ ૧૦૦ ડૉલરના આંકડાને સ્પર્શી ગયા છે.

પ્રતીકાત્મક તસવીર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઑઇલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે ગઈ કાલે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે ૯૨.૩૩ના નવા સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો. રૂપિયો ૯૨.૩૪૭૫ના સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયો હતો જેમાં રિઝર્વ બૅન્ક દ્વારા ડૉલર-વેચાણ દરમ્યાનગીરીથી ભારે નુકસાન ટાળી શકાયું હતું. એ ૦.૬ ટકા ઘટીને ૯૨.૩૨૭૫ ઉપર બંધ થયો હતો.

જિયો-પૉલિટિકલ તનાવ વચ્ચે રૂપિયો ડૉલર સામે નબળો પડી રહ્યો છે. ઇન્ટરબૅન્ક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૯૨.૨૦ પર ખૂલ્યા પછી અમેરિકન ચલણ સામે ૯૨.૩૩ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ગયા અઠવાડિયે રૂપિયો ૯૨.૩૦ના સ્તરને સ્પર્શ્યો હતો.

ક્રૂડના ભાવ પણ પ્રતિ બૅરલ ૧૦૦ ડૉલરના આંકડાને સ્પર્શી ગયા છે. ઇન્ડોનેશિયાના રુપૈયા અને ફિલિપીન્સનો પેસો પણ નીચલા સ્તરે પહોંચ્યા છે.

business news indian rupee indian economy india national news middle east crisis