ટ્રમ્પની વધુ એક મોટી જાહેરાત, ભારતની આ કંપનીઓના શૅર ક્રેશ...

07 May, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે દેશની બહાર બનેલી ફિલ્મ પર 100 ટકા શુલ્ક લગાડવાની ધમકી આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઈલ તસવીર)

આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે દેશની બહાર બનેલી ફિલ્મ પર 100 ટકા શુલ્ક લગાડવાની ધમકી આપી હતી.

શૅર બજારમાં (Share Market) આજે મંગળવારે ભારતીય દવા કંપનીઓના શૅરમાં ભારે ઘટાડો જોા મળી રહ્યો છે. આ ઘટાડો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) એક કાર્યકારી આદેશ બાદ આવ્યો છે. આજે શરૂઆતના વેપારમાં નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં (Nifty Farma Index) 1.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો. લ્યૂપિનમાં સૌથી વધારે ઘટાડો આવ્યો અને વેપાર દરમિયાન 3 ટકાથી વધારે તૂટ્યો હતો. તો, અરબિંદો ફાર્મામાં પણ 3 ટકાથી વધારેનો ઘટાડો થયો. સિપ્લામાં 2 ટકાથી વધારેનો ઘટાડો અને સન ફાર્મામાં 1.9 ટકાથી વધારેનો ઘટાડો નોંધવામાં આવ્યો. આ સિવાય બાયોકૉનમાં 0.3 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ફાર્મા કંપનીના શૅરમાં આ ઘટાડાનું કારણ ટ્રમ્પ સરકારની એક જાહેરાત છે.

શું છે જાહેરાત
હકીકતમાં, સ્થાનિક દવા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ આદેશનો હેતુ યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાનિક દવાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. આનાથી ભારતીય દવા નિકાસકારો માટે સંભવિત વિક્ષેપો અંગે ચિંતા વધી. આ નિકાસકારો યુએસ બજાર પર ખૂબ આધાર રાખે છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો. લ્યુપિન, અરબિંદો ફાર્મા અને સિપ્લા જેવી કંપનીઓને નુકસાન થયું.
શેરબજારની સ્થિતિ

અહીં, મંગળવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક બજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં વધઘટના વલણો જોવા મળ્યા. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 100.4 પોઈન્ટ ઘટીને 80,696.44 પર બંધ રહ્યો હતો, જ્યારે NSE (National Stock Exchange) નિફ્ટી 40.15 પોઈન્ટ ઘટીને 24,421 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં (Senex) લિસ્ટેડ કંપનીઓમાં ટાઇટન, સન ફાર્મા, એટરનલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફાઇનાન્સના શેર નુકસાનમાં હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Maindra), ભારતી એરટેલ, નેસ્લે, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાટા સ્ટીલના શેર નફામાં હતા.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની બહાર બનેલી ફિલ્મો પર 100 ટકા ડ્યુટી લાદવાની ધમકી આપી હતી. રવિવારે રાત્રે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ટ્રુથઆઉટ પર એક પોસ્ટમાં, ટ્રમ્પે કહ્યું કે તેમણે વાણિજ્ય વિભાગ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના કાર્યાલયને "આપણા દેશમાં આવનારી વિદેશી ભૂમિ પર બનેલી કોઈપણ ફિલ્મ પર 100 ટકા ટેરિફ લાદવાનો અધિકાર આપ્યો છે." "અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી મૃત્યુ પામી રહ્યો છે," તેમણે લખ્યું. તેમણે કહ્યું કે અન્ય દેશો "ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોને યુનાઇટેડ સ્ટેટ્સથી દૂર રાખવા માટે તમામ પ્રકારના પ્રોત્સાહનો આપી રહ્યા છે."

share market stock market donald trump united states of america national stock exchange sensex nifty national news business news