બજેટ પૉઝિ​ટિવ, તમામ સેક્ટરને બૂસ્ટર આપશે

02 February, 2023 09:11 AM IST  |  Mumbai | Paresh Kapasi

આ બજેટમાં નાના અને મધ્યમ વર્ગ માટે પ્રોત્સાહન છે. બજેટ ઍગ્રિકલ્ચર, મૅન્યુફૅક્ચરિંગ, એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ જેવાં તમામ સેક્ટરને બૂસ્ટર આપશે.

આ બજેટમાં નાના અને મધ્યમ વર્ગ માટે પ્રોત્સાહન છે

આ વખતનું બજેટ સકારાત્મક છે. આ બજેટમાં નાના અને મધ્યમ વર્ગ માટે પ્રોત્સાહન છે. બજેટ ઍગ્રિકલ્ચર, મૅન્યુફૅક્ચરિંગ, એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ જેવાં તમામ સેક્ટરને બૂસ્ટર આપશે. ૭ લાખ રૂપિયા સુધીની મુક્તિમર્યાદામાં વધારો અને ૧૫ લાખ રૂપિયા સુધીનો ૨૦ ટકા ટૅક્સ પણ વ્યક્તિગત કરદાતાઓને રાહત આપશે. નવી આવકવેરા પ્રણાલીમાં મધ્યમ વર્ગને થોડી રાહત આપવામાં આવી છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર જૂનામાંથી નવા કર માળખા તરફ વળવા માગે છે. નવી કર પ્રણાલીને વધુ સારી બનાવવામાં આવી છે, જે ધીમે-ધીમે જૂની કરવેરા વ્યવસ્થાને નિરર્થક બનાવે છે.
સરકારે સેક્શન ૫૪ અને ૫૪એફ હેઠળ રહેણાંક મકાનમાં રોકાણ પરના મૂડી લાભમાંથી કપાતને ૧૦ કરોડ રૂપિયા કરવાની દરખાસ્ત કરી હતી.
સમાન ઉદ્દેશ્ય સાથેનો બીજી દરખાસ્ત ખૂબ ઊંચી કિંમત ધરાવતી વીમા પૉલિસીની આવકમાંથી આવકવેરા મુક્તિને મર્યાદિત કરવાનો છે. આવા સમયે, ૨૩.૫ લાખ કરોડ રૂપિયા સુધીના કરવેરા વસૂલાતનો લક્ષ્યાંક નક્કી કરવો એ ભારતીય અર્થતંત્રના સકારાત્મક પ્રદર્શનમાં નાણાપ્રધાનનો વિશ્વાસ દર્શાવે છે.

business news national news nirmala sitharaman union budget