૨.૪૦ લાખ કરોડ

02 February, 2023 09:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૪ કરતાં નવ ગણું મોટું રેલવેનું બજેટ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રેલવે માટે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રેલવે માટે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જે નાણાંકીય દ્રષ્ટિએ ૨૦૧૩-૧૪માં રજૂ કરાયેલા બજેટ કરતા નવ ગણું તેમજ અત્યાર સુધીનું સૌથી મોટી ફાળવણી છેએવી આશા વ્યકત કરવામાં આવી હતી કે મોદી સરકાર છેલ્લા બજેટમાં નવી ટ્રેનો કે નવા ટ્રેકની ઘોષણા કરશે પરંતુ એવી કોઈ ઘોષણા કરવામા આવી નહોતી. ટ્રાન્સપોર્ટ માટે મહત્વના ૧૦૦ જેટલા પ્રોજેક્ટની ઓળખ કરવામાં આવી છે. જેમાં કોલસો, ખાતર અને અનાજની હેરફેર માટે મહત્વના છે. જેના માટે ૭૫,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જે પૈકી ૧૫,૦૦૦ કરોડ રૂપિયા પ્રાઇવેટ સેક્ટરમાંથી આવશે. દેશના ઘણા શહેરોમાં વંદે ભારત ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ છે. જેને જોતા ટ્રેકબદલી માટે ગયા વર્ષે ૧૫,૩૮૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. જેને આ વર્ષે વધારીને ૧૭,૨૯૬.૮૪ કરોડ રૂપિયા કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે રેલવે સ્ટેશન સાથે મેટ્રો સ્ટેશનને જોડવા માટે ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રેલવે રાજધાની, શતાબ્દી, દુરંતો, હમસફર અને તેજસ જેવી પ્રીમિયર 
ટ્રેનોનું ૧૦૦૦ થી વધુ કોચોનું નવીનીકરણ કરશે. 

business news national news nirmala sitharaman union budget