૪૮,૦૦૦ કરોડ રૂપિયાના ડિવિડન્ડની સરકારને આશા

02 February, 2023 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માર્ચમાં પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષમાં એ રિઝર્વ બૅન્ક અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ પાસેથી ૪૦,૯૫૩ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.

પ્રતીકાત્મક તસવીર

સરકારને નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, જાહેર ક્ષેત્રની બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ૧૭ ટકા વધુ (૪૮,૦૦૦ કરોડ) ડિવિડન્ડ મળવાની ધારણા છે.
માર્ચમાં પૂરા થતા વર્તમાન નાણાકીય વર્ષમાં એ રિઝર્વ બૅન્ક અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ પાસેથી ૪૦,૯૫૩ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. વર્તમાન નાણાકીય વર્ષના ૭૩,૯૪૮ કરોડના અંદાજની સરખામણીમાં આ ઘણું ઓછું છે.નોંધનીય છે કે આરબીઆઇએ મે, ૨૦૨૨માં એની બોર્ડની બેઠક બાદ સરકારને ૩૦,૩૦૭ કરોડના ડિવિડન્ડની ચુકવણીને મંજૂરી આપી હતી.
બજેટ દસ્તાવેજ મુજબ જાહેર ક્ષેત્રનાં સાહસો અને અન્ય રોકાણો તરફથી આવતા નાણાકીય વર્ષ માટે ૪૩,૦૦૦ કરોડનું ડિવિડન્ડ મળવાનો અંદાજ રખાયો છે.

business news national news union budget nirmala sitharaman