નાનાનું ઘર હોવા છતાં દીકરીને ધરાર હૉસ્ટેલમાં જ રહેવું છે

24 December, 2021 03:54 PM IST  |  Mumbai | Sejal Patel

મારે બે દીકરીઓ છે અને મારું સપનું તો પૂરું ન કરી શકી, પણ હવે હું તેમને જે કરવું છે એ કરવા દેવા માગું છું. મોટી દીકરી તો અહીં જે.જે.સ્કૂલ ઑફ આર્ટ્સમાં ભણે છે અને નાની દીકરીને વડોદરાની પર્ફોર્મિંગ આર્ટ્સમાં ઍડમિશન લીધું છે.

મિડ-ડે લોગો

મારે બે દીકરીઓ છે અને મારું સપનું તો પૂરું ન કરી શકી, પણ હવે હું તેમને જે કરવું છે એ કરવા દેવા માગું છું. મોટી દીકરી તો અહીં જે.જે.સ્કૂલ ઑફ આર્ટ્સમાં ભણે છે અને નાની દીકરીને વડોદરાની પર્ફોર્મિંગ આર્ટ્સમાં ઍડમિશન લીધું છે. મારાં પેરન્ટ્સ વડોદરાનાં જ છે એટલે મને તેને ત્યાં મોકલવામાં કોઈ ચિંતા નહોતી. પણ તેનું ઍડ્મિશન થઈ ગયું એ પછી તે જિદ કરે છે કે તેને તો શેરિંગમાં રૂમ લઈને અથવા હૉસ્ટેલમાં જ રહેવું છે. આમ તો વૅકેશનમાં તેમને નાના-નાનીને ત્યાં જવાનું બહુ જ ગમતું, પણ ભણવા માટે તો તે અલગ જ રહેશે એવી જિદ પકડી છે. તેની આર્ગ્યુમેન્ટ છે કે મારે ઇન્ડિપેન્ડન્સ શીખવું છે. શું ઘરે રહીને ભણનારા લોકો ઇન્ડિપેન્ડન્ટ નહીં થતા હોય? એ વાત ખરી કે અહીં અમે જૉઇન્ટ ફૅમિલીમાં છીએ એટલે ઘરમાં બહુ જ પ્રોટેક્ટેડ વાતાવરણ મળ્યું છે અને જવાબદારીઓ પણ કોઈ નથી લીધી. એવામાં તેની આ જિદને માનવી કે ન માનવી એની અસમંજસ થાય છે. 

દીકરી આર્થિક રીતે પગભર થાય એ જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે તે ઇમોશનલી પણ ઇન્ડિપેન્ડન્ટ હોય. સંતાન ઘરથી દૂર થાય એટલે આપમેળે તેણે ઇન્ડિપેન્ડન્ટ બનવું જ પડે. પોતાનું કામ જાતે કરવું, પોતાની ચીજો સાચવવી, લિમિટેડ ફૅસિલિટીઝમાં ચલાવતાં શીખવું જેવી બહુ નાની પણ અત્યંત પાયાની ચીજો એમાં શીખવા મળે. આ ખરો ઘડતરનો અવસર છે જેમાં તે ભૂલો કરીને પણ શીખી શકે છે.
મને લાગે છે કે જો તમારી દીકરી થોડીક ઠરેલ હોય તો તેને હૉસ્ટેલમાં કે શૅરિંગમાં રહેવાની છૂટ આપવામાં કોઈ જ વાંધો ન હોવો જોઈએ. જસ્ટ વિચારો કે જ્યારે સંતાનને એવા કોઈ શહેરમાં ભણવાનું થાય જ્યાં કોઈ જ રિલેટિવ ન રહેતું હોય તો તેણે હૉસ્ટેલમાં રહેવું જ પડે છેને? મહત્ત્વનું એ છે કે જ્યારે સંતાન સ્વજનોથી દૂર રહેતું હોય ત્યારે તેની સાથે કમ્યુનિકેશન પ્રૉપર રાખવું. તેની પર નજર રાખી રહ્યા છીએ એવી રીતે નહીં, પણ તે શું કરે છે, કોની સાથે હરે-ફરે છે, હૉસ્ટેલની સ્વતંત્રતા મળ્યા પછી એ કેવી લાઇફસ્ટાઇલ પ્રિફર કરે છે એ બધું જોવું જરૂરી છે. 
પરિવારની કિંમત પણ વ્યક્તિને ત્યારે જ સમજાતી હોય છે જ્યારે તે એનાથી દૂર રહે છે. 

columnists sejal patel