સસ્ટેનેબલ ફૅશનનો ફન્ડા શીખવો હોય તો પહોંચી જાઓ કલ્ચર ચટણીમાં

17 February, 2022 06:18 PM IST  |  Mumbai | Sejal Patel

આખો દિવસ ધમધમતી રહેતી કૅફે વર્સોવા-સોશ્યલમાં લોકલ કલાકારો દ્વારા ઇકો-ફ્રેન્ડ્લી અને હૅન્ડમેડ ફૅશન ગાર્મેન્ટ્સ અને ઍક્સેસરીઝનું માર્કેટ ભરાશે. ત્રણ બંગાળી યુવતીઓએ શરૂ કરેલી આ પહેલમાં કૉન્શ્યસ કન્ઝ્યુમરિઝમ અને સ્લો મેકિંગ પર ફોકસ કરવામાં આવ્યું છે

સસ્ટેનેબલ ફૅશનનો ફન્ડા શીખવો હોય તો પહોંચી જાઓ કલ્ચર ચટણીમાં

યંગ જનરેશન ફૅશનેબલ દેખાવા માટે કંઈ પણ કરી શકે છે. જોકે ફૅશનને કારણે પણ પર્યાવરણ પર પ્રદૂષણનો કેટલો મોટો રાફડો ફાટે છે એ બાબતે ભાગ્યે જ કોઈ સભાન હશે. આ બાબતે સભાનતા કેળવાય અને કોઈ પણ પ્રકારની ખરીદી વખતે વ્યક્તિ કૉન્શ્યસ થાય એવા પ્રયાસ સાથે અંધેરીના વર્સોવા-સોશ્યલમાં ઇકો-ફ્રેન્ડ્લી આર્ટ એક્ઝિબિશન કલ્ચર ચટણી આ વીક-એન્ડ દરમ્યાન થઈ રહ્યું છે. આખો દિવસ ધમધમતી રહેતી વર્સોવા સોશ્યલ કૅફેમાં યોજાનારા આર્ટ ઍન્ડ ફ્લી પ્રોજેક્ટનાં દિશા દાસ કહે છે, ‘ફૅશન પણ સસ્ટેનેબલ હોવી જોઈએ. ફૅશનના નામે તમે જાતજાતનાં ગાર્મેન્ટ્સથી વૉર્ડરોબ ભરી દો એવું ન હોવું જોઈએ. વાઇટ શર્ટ દરેક પાસે હોવું જોઈએ; પણ એ એવું વર્સેટાઇલ હોવું જોઈએ જેથી એ સ્કર્ટ સાથે પણ જાય, જીન્સ સાથે પણ જાય, સાડીમાં બ્લાઉઝ તરીકે પણ વાપરી શકો. ફૅશન પણ એથિકલ અને ઇકો-ફ્રેન્ડ્લી હોવી જોઈએ. ફૅશન ત્યારે જ સસ્ટેનેબલ બને જ્યારે કન્ઝ્યુમર્સ કૉન્શ્યસ હોય. બહુ મોટી અને મોંઘી બ્રૅન્ડ્સની સામે અમે એવા કલાકારોને પ્લૅટફૉર્મ આપવા માગીએ છીએ જેમનામાં કલાકારનો પર્સનલાઇઝ્ડ ટચ હોય. તેમણે જાતે રસ લઈને ગાર્મેટ કે ઍક્સેસરીઝનો પીસ તૈયાર કર્યો હોય. ફૅશનના નામે કાપડનો કેટલો વેસ્ટ થાય છે? એને બદલે અમે એવા આર્ટિસ્ટોને પસંદ કરીએ છીએ જે એ વધેલા કાપડના ટુકડાઓનો યુઝ કરીને ક્રીએટિવિટી વાપરે છે. જૂનાં ગાર્મેન્ટ્સમાં અલગ પ્રકારનું પેઇન્ટિંગ કે સ્ટીચિંગ કરીને મેકઓવર દ્વારા એને અપસાઇકલ કરે છે.’ 
સસ્ટેનેબલ ફૅશન અને કૉન્શ્યસ કન્ઝ્યુમરિઝમ તરફ લોકોને વાળવા માટે કલકત્તાની દિશા દાસ, શ્રીનંદા ગાંગુલી અને સાયંનિકા મુખરજી એમ ત્રણ યંગસ્ટર્સે દેશનાં મેટ્રો સિટીઝનાં કન્ઝ્યુમર્સમાં અવેરનેસ આવે અને લોકલ આર્ટિસ્ટોને તેમના સ્મૉલ સ્કેલ બિઝનેસને લોકો સુધી પહોંચાડવામાં મદદ થાય એ માટે ફ્લી માર્કેટનું પ્લૅટફૉર્મ ઊભું કર્યું છે. દિશા કહે છે, ‘અમે મોટી બ્રૅન્ડ્સને બદલે તેમના જેવી જ ક્વૉલિટીની પણ સ્લો-મેડ પ્રોડક્ટ્સને વધુ પ્રિફર કરીએ છીએ. સ્લો મેડમાં માસ પ્રોડક્શન નથી હોતું. અનએથિકલ કે અનસસ્ટેનેબલ પ્રોડક્શનને બદલે વ્યક્તિગત રીતે રસ લઈને તૈયાર કરેલી પ્રોડક્ટ્સ હોય છે.’

કેવી-કેવી પ્રોડક્ટ્સ મળશે?

કપડાં પર યુનિક પેઇન્ટિંગ અને સ્ટાઇલિંગ 
અપસાઇકલ્ડ પ્રોડક્ટ્સ
સ્લો-મેડ ક્લોધિંગ
હૅન્ડમેડ જ્વેલરી
ક્લે આર્ટ પીસ
ઍક્સેસરીઝ અને ડેકોરેશન પીસ
સ્કિન-કૅર અને વેલનેસ પ્રોડક્ટ્સ

કલ્ચર ચટણી

ક્યારે? : ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી
ક્યાં? : વર્સોવા-સોશ્યલ, પ્લૉટ-નંબર બી, સીટીએસ ૧૩૧૧/૨, સાવિત્રીબાઈ જ્યોતિબા ફુલે રોડ, અંધેરી-વેસ્ટ. ૪૦૦ ૦૬૧
સમય : બપોરે ૧૨થી રાતે ૮

columnists sejal patel