News In shorts: શૂટિંગ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ

06 July, 2022 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ’ની સીક્વલનું શૂટિંગ શરૂ કરે એ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ પસાર કરી રહ્યો છે.

શૂટિંગ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ

શૂટિંગ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ

અલ્લુ અર્જુન તેની આગામી ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ’ની સીક્વલનું શૂટિંગ શરૂ કરે એ પહેલાં ટાન્ઝાનિયામાં ફૅમિલી ટાઇમ પસાર કરી રહ્યો છે. તે સેરેન્ગેટી નૅશનલ પાર્કમાં તેની પત્ની અને બાળકો સાથે છે. તે ઑગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. જોકે એ પહેલાં બ્રેક લેતાં તે ટાન્ઝાનિયામાં છે. અલ્લુ અર્જુનની પત્ની અલ્લુ સ્નેહાએ ઇન્સ્ટાગ્રામ પર ફૅમિલી ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તેમની સાથે દીકરો અલ્લુ અયાન અને દીકરી અલ્લુ આર્હા પણ જોવા મળી રહ્યાં છે. વેકેશન પૂરું કરીને અલ્લુ અર્જુન હૈદરાબાદ આવશે અને ત્યાર બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. અલ્લુ અર્જુનના પાત્ર પુષ્પાની પ્રેમિકા-પત્નીનું શ્રીવલ્લીનું પાત્ર રશ્મિકા મંદાનાએ ભજવ્યું હતું. આ પાત્ર સીક્વલમાં વધુ જોરદાર બનાવવામાં આવશે. તેમ જ આ ફિલ્મમાં તેમની સાથે વિજય સેતુપતિ પણ જોવા મળશે એવી ચર્ચા છે.

ઍમ્સ્ટરડૅમ બાદ પોલૅન્ડમાં ‘બવાલ’

જાહ્નવી કપૂર અને વરુણ ધવને તેમની ‘બવાલ’નું ઍમ્સ્ટરડૅમનું શૂટિંગ પૂરું કર્યું છે. નિતેશ તિવારી દ્વારા ડિરેક્ટ અને સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મ એક લવ સ્ટોરી છે. ‘બવાલ’નું શૂટિંગ એપ્રિલમાં લખનઉમાં શરૂ થયું હતું. આ ફિલ્મને ૨૦૨૩ની સાત એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર આ શોનું શેડ્યુલ પૂરું થયા વિશે માહિતી આપી હતી. વરુણ ધવન સાથેનો ફોટો શૅર કરીને જાહ્નવીએ કૅપ્શન આપી હતી કે ‘ઍમ્સ્ટરડૅમમાં ‘બવાલ’ સમય પસાર કર્યો છે. ઍમ્સ્ટરડૅમનું શેડ્યુલ પૂરું થયું છે. પોલૅન્ડમાં હવે થશે ‘બવાલ’.’

રામચરણ બહુ જલદી ‘RC15’ સૉન્ગનું શૂટિંગ શરૂ કરશે

રામચરણ તેની શંકર શણ્મુગમ સાથેની ‘RC15’ના સૉન્ગનું શૂટિંગ શરૂ કરવાનો છે. ‘RRR’ બાદ રામચરણની આ મેગા બજેટ ફિલ્મ છે. આ ગીતનું શૂટિંગ ઘણાં લોકેશન પર કરવામાં આવશે. આ માટે ઘણા એક્સપેન્સિવ સેટ પણ તૈયાર કરવામાં આવશે. આ સૉન્ગ માટે લગભગ ૪૦૦ ડાન્સર્સનો સમાવેશ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ પહેલાં અમ્રિતસરમાં કરવામાં આવ્યું હતું. આ સૉન્ગ ફિલ્મની મેજર હાઇલાઇટ છે. આ ફિલ્મમાં રામચરણની સામે કિયારા અડવાણી જોવા મળશે જેને દિલ રાજુએ પ્રોડ્યુસ કરી છે.

ક્યા ખૂબ લગતી હો

રકુલ પ્રીત સિંહે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શૅર કર્યા છે. આ ફોટોમાં તેણે બેબી પિન્ક આઉટફિટ પહેર્યો છે. પ્લન્ગિંગ શર્ટ, ફ્લેર્ડ પૅન્ટ્સ અને જૅકેટ પહેર્યું છે. આ ફ્લાવર-ડ્રેસમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

ફૅન્સને પ્લાન્ટ ગિફ્ટ કર્યા રાશિ ખન્નાએ

રાશિ ખન્નાએ તેના ફૅન્સને પ્લાન્ટ ગિફ્ટ કર્યા છે. સતત પ્રેમ અને સપોર્ટ મળ્યો હોવાથી તેણે ચાહકોનો આભાર માન્યો હતો. રાશિ ખન્નાના તેલુગુ અને તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા ફૅન્સ છે. તે હાલમાં ધનુષ સાથેની ફિલ્મમાં કામ કરી રહી છે. આ સાથે જ તે ઘણા બૉલીવુડ પ્રોજેક્ટમાં પણ જોવા મળશે. ચાહકોને મળ્યાનો વિડિયો શૅર કરીને રાશિએ કૅપ્શન આપી હતી કે ‘દરેકના જીવનમાં ઉતાર-ચડાવ હોય છે. મને લાગે છે કે અચાનક આવતી પરિસ્થિતિ અને નિષ્ફળતાનો સામનો કરવાની તાકાત ઍક્ટર્સને તેમના સપોર્ટર્સ પાસેથી મળતી હોય છે. તેઓ અમને ઓળખતા ન હોવા છતાં અમારા વિશે ઘણું જાણતા હોય છે. તેમના પ્રેમે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢીને તેમને મળવા માટે મજબૂર કરી હતી. તેમના પ્રેમ અને સપોર્ટ માટે હું તેમની આભારી છું. મને નથી ખબર કે મેં એવું તો શું કર્યું છે કે મને આટલો બધો પ્રેમ મળી રહ્યો છે. હું હંમેશાં તમારી આભારી રહીશ.’

bollywood news ram charan