Raj Kapoor Birth Anniversary:બોલીવુડની આ અભિનેત્રીઓ સાથે જોડાયું નામ

14 December, 2019 01:18 PM IST  |  Mumbai Desk

Raj Kapoor Birth Anniversary:બોલીવુડની આ અભિનેત્રીઓ સાથે જોડાયું નામ

હિન્દી સિનેમામાં 'શૉમેન'ના નામે જાણીતાં અભિનેતા રાજ કપૂરનો આજે જન્મદિવસ છે. રાજકપૂરનો જન્મ 14 ડિસેમ્બર 1924ના પેશાવર (પાકિસ્તાન)માં થયો હતો, અને 2 જૂન 1988માં તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું. તેમનું અવસાન હ્યદયના હુમલાને કારણે થયું. રાજ કપૂરના જીવનમાં અનેક ઉતારચઢાણ આવ્યા. નાની ઉંમરમાં લગ્ન અને લગ્ન બાદ ત્રણ અભિનેત્રીઓ સાથે અફેર, તેમની રિયલ લાઇફ પણ કોઇ પડદા કરતાં ઓછી ન હતી. તેમના જન્મદિવસના અવસરે તમને જણાવીએ કે, 'શૉમેન'ની લવસ્ટોરી વિશે જેનો ઉલ્લેખ રાજકપૂરના દીકરા અને વેટરન એક્ટર ઋષિ કપૂરે પોતાની બાયોગ્રાફી 'ખુલ્લમ ખુલ્લા - ઋષિ કપૂર અનસેંસર્ડ'માં પણ કર્યો છે.

22 વર્ષની ઉંમરમાં થયા હતા લગ્ન
મે 1946માં રાજ કપૂરે કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં. તે સમયે રાજ કપૂરની ઉંમર ફક્ત 22 વર્ષ હતી. તેના પછી રાજ કપૂર અને કૃષ્ણા કપૂરના પાંચ બાળકો થયા. ત્રણ દીકરા, રણધીર કપૂર, ઋષિ કપૂર અને રાજીવ કપૂર સાથે બે દીકરીઓ ઋતૂ નંદા અને રીમા કપૂર. પોતાની બાયોગ્રાફીમાં ઋષિ કપૂરે લખ્યું છે, "મારા પિતા રાજ કપૂર 28 વર્ષના હતા અને પહેલા જ હિન્દી સિનેમાવા શૉ-મેનનો ખિતાબ પામી ચૂક્યા હતા. તે સમયે તેઓ પ્રેમમાં પણ હતા. દુર્ભાગ્યવશ મારી માતા સિવાય કોઇખ અન્ય સાથે. તેમની ગર્લફ્રેન્ડ તેમની કેટલીક હિટ્સ આગ, બરસાત અને આવારા મંર તેમની હીરોઇન પણ હતી."

નરગિસ સાથે જોડાયું નામ
રાજ અને નરગિસ પહેલી વાર 'આગ'માં સાથે આવ્યા હતા, જે રાજ કપૂરની પ્રૉડ્યૂસર અને ડાયરેક્ટર પહેલી ફિલ્મ હતી. અને તેના પછી બન્ને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો. રાજ અને નરગિસે લગભગ 16 ફિલ્મોમાં સાથે કામ કર્યું. તે સમયે બન્ને વચ્ચેની નિકટતા પણ ખૂબ ચર્ચાઇ. જો કે બન્નેએ ક્યારેય સાર્વજનિક રૂતે પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહી. કારણકે રાજ કપૂર પરણેલા હતા અને તેઓ તેની સાથે લગ્ન કરી શકવાના ન બતા. તેની નરગિસે તેના પ્રત્યે અંતર સેવ્યું.

લગ્નના 20 વર્ષ પછી વૈજયંતી માલાના પ્રેમમાં થઈ ધરપકડ
નરગિસ સાથે સંબંધો પૂરા થયા પછી રાજ કપૂરનું નામ વૈજયંતી માલા સાથે જોડાયું. 1960માં બન્નેના પ્રેમની ચર્ચા રહી. ત્યાર સુધી રાજ કપૂરના લગ્નને 20 વર્ષ થઈ ચૂક્યા હતા. ઋષિ કપૂરે વૈજયંતી માલાનો પણ ઉલ્લેખ પોતાની બાયોગ્રાફીમાં કર્યો છે. ઋષિએ લખ્યું છે કે "મને યાદ છે જ્યારે પાપા વૈજયંકી માલા સાથે હતા ત્યારે અમે મા સાથે મરીન ડ્રાઇવના નટરાજ હોટલમાં રહેવા ચાલ્યા ગયા હતા. હોટલમાં શિફ્ટ થયાના બે મહિના પછી અમે ચિત્રકૂટ અપાર્ટમેન્ટમાં શિફ્ચ થયા. મારા પિતાએ તે અપાર્ટમેન્ટ અમારી અને માતા માટે ખરીદ્યો હતો. પાપાએ શક્ય તેટલા બધાં જ પ્રયત્નો કર્યા કે મા ઘરે જાય પણ મા ત્યાં સુધી ન ગઈ જ્યાં સધી વૈજયંતી માલાનો કિસ્સો મારા પિતાના જીવનમાંથી ખતમ ન થઈ ગયો."

આ પણ વાંચો : આવા હતા હિન્દી સિનેમાના પહેલા 'શૉ-મેન', જુઓ રૅર તસવીરો

રાજકપૂર અને ઝીનત અમાનના સંબંધોની પણ થઈ ચર્ચા
નરગિસ અને વૈજયંતી માલા બાદ રાજ કપૂરનું નામ ઝીનત અમાન સાથે જોડાયું. રાજ, ઝીનત અમામના કામથી ખૂબ જ ખુશ હતા. 1978માં 'સત્યમ શિવમ સુંદરમ'ના શુઠિંગ દરમિયાન બન્નેના અફેરની ચર્ચા ખૂબ જ વધી. જો કે, આ ચર્ચા પર તે સમયે જ પૂર્ણ વિરામ લાગી ગયો જ્યારે ઝીનત અમાને ફિલ્મ ડાયરેક્ટર અને પ્રૉડ્યૂસર મઝહર ખાન સાથે લગ્ન કર્યા.

zeenat aman nargis dutt raj kapoor bollywood bollywood news bollywood gossips