બાપ ટ્રેલર: કરણ જોહરે આપ્યો આ પ્રતિભાવ આલિયા ભટ્ટ પણ આફરીન

08 March, 2026 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધુરંધર : ધ રિવેન્જનું  ટ્રેલર રિલીઝ થતાં જ છવાઈ ગયું પંજાબી સૉન્ગ આરી આરી

કરણ જોહર

ગઈ કાલે ‘ધુરંધર : ધ રિવેન્જ’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર જોઈને દર્શકોની સાથે-સાથે બૉલીવુડના ફિલ્મમેકર્સ અને સ્ટાર્સ પણ ઉત્સાહમાં આવી ગયા છે અને સોશ્યલ મીડિયામાં એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ ટ્રેલર જોઈને પોતાની લાગણી વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘આ તો આભને આંબે એવું છે અને આદિત્ય ધર સંપૂર્ણ રીતે બદલો લેવા માટે તૈયાર છે.’ આલિયા ભટ્ટે પણ આ ટ્રેલર શૅર કરીને પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘બીસ્ટ મોડ ઑન! આ ટ્રેલર તો કમાલનું છે, સંપૂર્ણ રીતે આઉટ ઑફ કન્ટ્રોલ.’ આ ટ્રેલરને કરણ જોહરે ‘બાપ ટ્રેલર’ કહ્યું તો હૃતિક રોશને ઇમ્પ્રેસ થઈને કહી દીધું કે ‘ખૂબ જ સરસ, કમાલ કરી દીધી.’

ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ડિરેક્ટર આદિત્ય ધર તેની ફિલ્મોમાં જૂનાં ગીતોને નવી રીતે રજૂ કરવા માટે જાણીતો છે. ‘ધુરંધર’માં તેણે કરેલો આવો પ્રયોગ સફળ સાબિત થયો હતો અને હવે તેણે આવો જ પ્રયોગ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં પણ કર્યો છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ટ્રેલરમાં એક જૂનું પંજાબી ગીત ‘આરી આરી’ ધમાકેદાર રીમિક્સ અને રૅપ સાથે સંભળાય છે. ટ્રેલર બહાર આવ્યા પછી થોડા જ સમયમાં આ ગીત સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયું અને એ રીલ્સ અને વિડિયો-ક્લિપ્સમાં વાઇરલ થઈ ગયું છે. 

આરી આરી ગીતનો ઇતિહાસ

‘આરી આરી’ ગીત મૂળ ડેનિશ-ઇન્ડિયન સંગીત જોડી ‘બૉમ્બે રૉકર્સ’ દ્વારા ગવાયું હતું. આ ગીત તેમના પ્રથમ આલબમ ‘ઇન્ટ્રોડ્યુસિંગ’માં સામેલ હતું જે ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં રિલીઝ થયું હતું. પંજાબી લોકસંગીતના પ્રભાવ સાથે હિપ-હૉપ રિધમ અને ધમાકેદાર બીટ્સના મિશ્રણને કારણે આ ગીત એ સમયમાં ઘણું હિટ બન્યું હતું. એની મૂળ પ્રેરણા પરંપરાગત પંજાબી લોકધૂન ‘બારી બરસી’માંથી લેવામાં આવી હતી જેને આધુનિક પૉપ-રૅપ શૈલીમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીતને ડેન્માર્ક અને ભારતમાં મોટી લોકપ્રિયતા મળી હતી અને આલબમને મ​લ્ટિ-પ્લેટિનમ સફળતા અપાવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ગીતનાં અનેક રીમિક્સ બન્યાં છે.

alia bhatt karan johar dhurandhar trailer launch aditya dhar ranveer singh bollywood buzz bollywood news bollywood gossips bollywood