ક્રિતી સૅનન માટે ‘આદિપુરુષ’ સૌથી વધુ એક્સાઇટિંગ પ્રોજેક્ટ છે

12 June, 2021 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે સંભાળે છે એ વિશે જવાબ આપતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મારો મંત્ર છે કે સફળતાને તમારા દિમાગ પર હાવી ન થવા દો. સાથે જ નિષ્ફળતા મળે તો હિમ્મત ન હારવી જોઈએ.’

ક્રિતી સૅનન માટે ‘આદિપુરુષ’ સૌથી વધુ એક્સાઇટિંગ પ્રોજેક્ટ છે

ક્રિતી સૅનનનું કહેવું છે કે તેના માટે ‘આદિપુરુષ’ સૌથી વધુ એક્સાઇટિંગ પ્રોજેક્ટ છે. આ ફિલ્મ રામાયણ પરથી પ્રેરિત છે. ‘આદિપુરુષ’માં રામના રોલમાં તેલુગુ સ્ટાર પ્રભાસ જોવા મળશે. તો સૈફ અલી ખાન રાવણ બન્યો છે. ઓમ રાઉત આ ફિલ્મને ડિરેક્ટ કરશે. સોશ્યલ મીડિયામાં ફૅન્સ સાથે થયેલા સેશનમાં તેને ‘આદિપુરુષ’ વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘આ મારો સૌથી વધુ એક્સાઇટિંગ પ્રોજેક્ટ છે. આ મારા માટે એકદમ અલગ અનુભવ રહેશે.’ સફળતા અને નિષ્ફળતાને કેવી રીતે સંભાળે છે એ વિશે જવાબ આપતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મારો મંત્ર છે કે સફળતાને તમારા દિમાગ પર હાવી ન થવા દો. સાથે જ નિષ્ફળતા મળે તો હિમ્મત ન હારવી જોઈએ.’

kriti sanon bollywood news bollywood bollywood gossips