15 February, 2026 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહાન પાંડે
અહાન પાંડેએ ગયા વર્ષે પોતાની ડેબ્યુ ફિલ્મ ‘સૈયારા’થી બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી હતી. હવે તેને ‘ટીરા બ્યુટી’એ પોતાનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવ્યો છે. આ વાતની જાહેરાત કરતાં અહાને પોતાના સોશ્યલ મીડિયામાં વિડિયો શૅર કર્યો છે. અહાને આ વિડિયોમાં કહ્યું છે, ‘સુંદરતાની દુનિયામાં પસંદગી માટે ઘણુંબધું છે, પરંતુ મને હંમેશાં એને સમજવું ગમ્યું છે. ઘણુંબધું અજમાવો, મૂડ અનુસાર બદલાવો અને જુઓ કે દરરોજ શું કામ આવે છે. ટીરા બ્યુટી સાથે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે બધું એક્સપ્લોર કરી રહ્યો છું અને હજી પણ નવા પ્રયોગો કરી રહ્યો છું.’ ટીરા બ્યુટી હવે એવી સિલેક્ટેડ ભારતીય બ્યુટી-બ્રૅન્ડ્સમાં સામેલ થઈ છે જેણે કોઈ પુરુષ સેલિબ્રિટીને પોતાનો ઍમ્બૅસૅડર બનાવ્યો છે. અહાન ઉપરાંત કરીના કપૂર અને સુહાના ખાન પણ આ બ્રૅન્ડની ઍમ્બૅસૅડર છે.