અક્ષય ખન્નાને ડબલ લૉસ

15 February, 2026 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાગમભાગ 2ની લાલચમાં દૃશ્યમ 3માં કામ કરવાની ના પાડી અને બન્ને ફિલ્મો હાથમાંથી નીકળી ગઈ

અક્ષય ખન્ના

અક્ષય ખન્ના છેલ્લે ‘ધુરંધર’માં જોવા મળ્યો હતો. અક્ષય ખન્ના આ ફિલ્મમાં રહમાન ડકૈતના રોલમાં છવાઈ ગયો હતો. જોકે આ ફિલ્મ પછી અક્ષયે નિર્માતાઓ સાથેના અણબનાવને કારણે ‘દૃશ્યમ 3’માં કામ કરવાની ના પાડી દીધી હતી. હવે ચર્ચા છે કે અક્ષયે ‘ભાગમભાગ 2’ માટે ‘દૃશ્યમ 3’ છોડી હતી, પરંતુ તેને એ ફિલ્મ પણ મળી નહીં. હવે ‘ભાગમભાગ 2’માં મનોજ બાજપાઈ અને અક્ષય કુમાર સાથે કામ કરી રહ્યા છે. આમ અક્ષય ખન્નાના હાથમાંથી ‘ભાગમભાગ 2’ અને ‘દૃશ્યમ 3’ એમ બન્ને ફિલ્મો સરકી ગઈ છે. દાવા અનુસાર હાલમાં ‘ધુરંધર’ પછી અક્ષય ખન્ના પાસે કોઈ નવી ફિલ્મ નથી.

akshaye khanna bollywood buzz bollywood bollywood gossips bollywood news