✕

રામાયણના સેટ પર ક્લિક થયેલી રાહા અને રણબીરની ખાસ તસવીર શૅર કરી આલિયાએ

06 November, 2026 12:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર... તારા પર અને આ અદ્ભુત સિનેમૅટિક અનુભવને સાકાર કરવામાં પોતાનું દિલ અને આત્મા રેડી દેનારી દરેક વ્યક્તિ પર મને ખૂબ ગર્વ છે. કેટલીક વાર્તાઓ આપણા સૌ કરતાં પણ વિશાળ હોય છે અને ‘રામાયણ’ આવી જ એક વાર્તા છે.’

રામાયણના સેટ પર ક્લિક થયેલી રાહા અને રણબીરની ખાસ તસવીર

રણબીર કપૂરને ભગવાન રામ તરીકે દર્શાવતી ‘રામાયણ’ ગઈ કાલે રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની રિલીઝ પછી રણબીરની પત્ની આલિયા ભારે ઉત્સાહમાં છે અને તેણે સોશ્યલ મીડિયા પર રણબીરની દીકરી રાહા સાથેની ‘રામાયણ’ના સેટ પર ક્લિક કરાયેલી તસવીરો શૅર કરીને પ્રેમની અભિવ્યક્તિ કરી છે. આલિયાએ પોતાની પોસ્ટમાં રણબીરને સંબોધીને લખ્યું હતું કે ‘તેં આ ફિલ્મ માટે તારી તમામ શક્તિ અને લાગણીઓ લગાવી દીધી અને છતાં તેના (રાહા) માટે તારી પાસે આ બધું બાકી રહ્યું. રણબીર... તારા પર અને આ અદ્ભુત સિનેમૅટિક અનુભવને સાકાર કરવામાં પોતાનું દિલ અને આત્મા રેડી દેનારી દરેક વ્યક્તિ પર મને ખૂબ ગર્વ છે. કેટલીક વાર્તાઓ આપણા સૌ કરતાં પણ વિશાળ હોય છે અને ‘રામાયણ’ આવી જ એક વાર્તા છે.’

ramayan ranbir kapoor alia bhatt social media indian films bollywood buzz bollywood news bollywood gossips bollywood Raha Kapoor