અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિમાં કરી ભારતીય મહિલા આઇસ હૉકી ટીમની જીતની ઉજવણી

23 August, 2025 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘એક ખુલાસો... અને સન્માન... અને કેટલું મોટું સૌભાગ્ય છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ભારતમાં એક મહિલા આઇસ હૉકી ટીમ પણ છે અને તાજેતરમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં એ કાંસ્ય પદક પણ જીતી છે?’

અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિમાં કરી ભારતીય મહિલા આઇસ હૉકી ટીમની જીતની ઉજવણી

અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાના બ્લૉગમાં ભારતીય મહિલા આઇસ હૉકી ટીમ સાથેની મુલાકાતને પોતાના જીવનની સૌથી સન્માનની ક્ષણ ગણાવી હતી. તેમની આ મુલાકાત ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ના સેટ પર થઈ હતી. અહીં તેમણે ટીમની એશિયન ગેમ્સમાં કાંસ્યપદક જીતવાની શાનદાર સિદ્ધિની ઉજવણી કરી હતી. ભારતીય મહિલા આઇસ હૉકી ટીમ ગયા મહિને યુનાઇટેડ આરબ એમિરેટ્સના અલ ઐનમાં યોજાયેલ ઇન્ટરનૅશનલ આઇસ હૉકી ફેડરેશન એશિયા કપમાં થાઇલૅન્ડને ૩-૧થી હરાવીને કાંસ્ય પદક જીતી હતી. અમિતાભ બચ્ચને આ પ્રેરણાદાયી ટીમને પોતાની શુભેચ્છા આપી હતી અને આ અદ્ભુત સફરની પ્રશંસા કરી હતી. અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં ‘કૌન બનેગા કરોડપતિ 17’ના સેટ પરની મહિલા આઇસ હૉકી ટીમ સાથેની તસવીરો શૅર કરી છે અને લખ્યું છે, ‘એક ખુલાસો... અને સન્માન... અને કેટલું મોટું સૌભાગ્ય છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ભારતમાં એક મહિલા આઇસ હૉકી ટીમ પણ છે અને તાજેતરમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં એ કાંસ્ય પદક પણ જીતી છે?’

મહિલા આઇસ હૉકી ટીમનાં સંઘર્ષ અને સફળતાની વાતો શૅર કરીને અમિતાભે કહ્યું હતું કે ‘આ મહિલાઓએ પોતાના સખત સંઘર્ષો પછી સફળતા મેળવી છે. કોઈએ પણ તેમની જીતની અપેક્ષા નહોતી રાખી, પરંતુ તેમણે પોતાની મહેનત અને હિંમતથી બધાને ખોટા સાબિત કરી દીધા. ક્યારેય કોઈ મહિલાને નબળી ન સમજો, કારણ કે તે તમને ખોટા સાબિત કરી દેખાડે છે. તે પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે કંઈ પણ કરી શકે છે.’

bollywood buzz bollywood news amitabh bachchan kaun banega crorepati bollywood gossips bollywood entertainment news