05 April, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઉથ કોરિયામાં અંશુલા કપૂરે લગ્ન પહેલાં મિત્રો સાથે કરી બૅચલરેટ પાર્ટી
ફિલ્મમેકર બોની કપૂર અને મોના કપૂરની દીકરી અંશુલા કપૂર ટૂંક સમયમાં પોતાના ફિયૉન્સે રોહન ઠક્કર સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલાં અંશુલાએ પોતાના મિત્રો સાથે સાઉથ કોરિયાના સોલમાં બૅચલરેટ પાર્ટી કરી હતી. આ ટ્રિપની અનેક તસવીરો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી છે જેમાં તે ટ્રિપનો આનંદ ઉઠાવતી જોવા મળે છે. આ બૅચલરેટ પાર્ટીમાં અંશુલાની સ્ટેપ-સિસ્ટર્સ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર હાજર નહોતી. અંશુલા પોતાના મિત્રો સાથે આ ટ્રિપ પર ગઈ હતી અને મસ્તીભરી પળોનો પૂરો આનંદ લીધો હતો.