ફિલ્મ નંબર ૫૫૧... ફ્લિકર

03 May, 2026 10:40 AM IST  |  Mumbai | Geeta Manek

આ જાહેરાત કરીને અનુપમ ખેરે આ મૂવીમાંનો પોતાનો લુક શૅર કર્યો

અનુપમ ખેર

અનુપમ ખેરે પોતાની નવી ફિલ્મ ‘ફ્લિકર’ની જાહેરાત કરી છે. આ તેમની ૫૫૧મી ફિલ્મ છે અને એનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. અનુપમ ખેરે સોશ્યલ મીડિયામાં ‘ફ્લિકર’નો પોતાનો ફર્સ્ટ લુક શૅર કર્યો છે અને એમાં તે લાંબા સફેદ ગાઉનમાં જોવા મળે છે. પોતાની નવી ફિલ્મને લઈને અનુપમ ખૂબ ઉત્સાહિત છે. તેમણે કૅપ્શન લખી છે કે ‘ફિલ્મ નંબર ૫૫૧.... એવું લાગે છે કે હું ફરીથી પ્રથમ પગલું ભરી રહ્યો છું. હું હંમેશાં માનું છું કે જો તમે પોતાને પડકાર આપતા નથી તો તમે જૂની વસ્તુઓ ફરીથી કરતા રહો છો. એથી પોતાના માટે મેં મુશ્કેલ રસ્તો પસંદ કર્યો છે.’ અનુપમ ખેરે આગળ લખ્યું, ‘ઘણા સમયથી હું એવી વસ્તુ શોધી રહ્યો હતો જેમાં વાસ્તવિકતા હોય અને હવે ‘ફ્લિકર’ પર આવીને મારી શોધ પૂરી થઈ છે. હાલ માટે વાર્તા સીક્રેટ જ રહેશે, પરંતુ હું વચન આપું છું કે જ્યારે આ ફિલ્મ તમારા સુધી પહોંચશે ત્યારે એ તમારા મનમાં રહેશે. આજે પહેલો દિવસ છે, એક નવી શરૂઆત. હંમેશની જેમ મને તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.’

anupam kher bollywood buzz bollywood news bollywood bollywood gossips