૧૦-૧૨ વર્ષ પછી અપારશક્તિ ખુરાના અભિનય છોડીને ટેલરિંગ શીખવા માગે છે

07 July, 2026 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ્માન ખુરાનાનો નાનો ભાઈ અપારશક્તિએ જણાવ્યું કે તે આગામી દસથી ૧૨ વર્ષમાં અભિનયથી દૂર થવા માગે છે અને જીવનમાં ટેલરિંગનું નવું પૅશન અપનાવવાની ઇચ્છા ધરાવે છે.

અપારશક્તિ ખુરાના(સૌજન્ય મિડડે)

આયુષ્માન ખુરાનાનો નાનો ભાઈ અપારશક્તિ ફિલ્મોમાં મજબૂત કૅરૅક્ટર રોલ કરવા માટે જાણીતો છે. હાલમાં અપારશક્તિએ જણાવ્યું કે તે આગામી દસથી ૧૨ વર્ષમાં અભિનયથી દૂર થવા માગે છે અને જીવનમાં ટેલરિંગનું નવું પૅશન અપનાવવાની ઇચ્છા ધરાવે છે.
પોતાના આ પૅશન વિશે વાત કરતાં અપારશક્તિએ કહ્યું હતું કે ‘એક સમય એવો પણ હતો જ્યારે હું મુંબઈમાં સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરતો હતો. મેં એક લોકપ્રિય ટીવી-ચૅનલ પર બૉલીવુડ શો હોસ્ટ કરતા કેટલાક જાણીતા ટીવી-હોસ્ટ્સનું સ્ટાઇલિંગ પણ કર્યું હતું. મારી સાચી ઇચ્છા છે કે ધીમે-ધીમે હું હાલમાં જે કંઈ કરી રહ્યો છું એનાથી દૂર થાઉં. મને ખૂબ મન છે કે ૧૦-૧૨ વર્ષ પછી હું ટેલરિંગ શીખું. કપડું કેવી રીતે કાપવું, કેવી રીતે સીવવું અને આખું આઉટફિટ શરૂઆતથી કેવી રીતે તૈયાર કરવું એ બધું શીખવા ઇચ્છું છું. મને આમાં બહુ રસ પડે છે.’

aparshakti khurana ayushmann khurrana bollywood news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood