23 April, 2026 07:12 PM IST | West Bengal | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાનનો પ્રથમ તબક્કો ગુરુવાર, 23 એપ્રિલના રોજ શરૂ પૂર્ણ થયો હતો. આ પહેલા તબક્કા દરમિયાન, બૉલિવૂડના દિગ્ગજ ગાયક અરિજીત સિંહે મુર્શિદાબાદ જિલ્લામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વોટિંગ કર્યું. અરિજીત સિંહ તેની પત્ની સાથે જિયાગંજના એક મતદાન મથક પર પહોંચ્યો હતો. તે એકદમ સિમ્પલ લુક સાથે મતદાન મથકની બહાર જોવા મળ્યું હતો. દરમિયાન મીડિયાને તેણે સ્માઇલ પણ આપી હતી. મતદાન કરતા પહેલા, તેણે મતદાન કરવા માટે અંદર જતા પહેલા પત્રકારો સાથે વાતચીત પણ કરી, હોવાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.
અરિજીત સિંહના પિતા સુરિંદર સિંહે પણ તે જ દિવસે મતદાન કર્યું. મતદાન કર્યા પછી મીડિયા સાથે વાત કરતા, તેમણે ચૂંટણી વ્યવસ્થા પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, "બધું બરાબર છે. અમને આશા છે કે તે સરળતાથી પૂર્ણ થાય; અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ. કોઈ સમસ્યા નથી; બધું શાંતિથી ચાલી રહ્યું છે."
મતદાન પ્રક્રિયા દરમિયાન મુર્શિદાબાદના કેટલાક વિસ્તારોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થઈ અહેવાલો આવ્યા હતા. નાઓડા ક્ષેત્રના શિબનગર ગામમાં, આમ જનતા ઉન્નય પાર્ટી અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને કેન્દ્રીય દળોએ લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. આ ઘટનાઓ દરમિયાન, અનેક વાહનોને નિશાન બનાવીને તોડફોડની ઘટનાઓ પણ નોંધાઈ હતી. હુમાયુ કબીરના સમર્થકો સામે આરોપો લગાવવામાં આવ્યા હતા, જોકે તેમણે આ આરોપોને નકારી કાઢ્યા છે. ભારતના ચૂંટણી પંચે આ બાબતે વિગતવાર અહેવાલ માગ્યો છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ બે તબક્કામાં યોજાઈ રહી છે. બીજો તબક્કો 29 એપ્રિલે યોજાવાનો છે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. રાજ્યભરમાં કુલ 294 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં 1,478 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય પ્રધાન મમતા બૅનર્જી સતત ચોથી મુદત માટે સત્તામાં પાછા ફરવા માગે છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી - જે પાછલી ચૂંટણીમાં 77 બેઠકો જીતી હતી - આ વખતે સરકાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ ચૂંટણી લડી રહી છે.
શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે તમિલનાડુમાં સ્ટાલિનની સરકાર અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર ફરીથી બનવા જઈ રહી છે. શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણીઓ પર કહ્યું કે આ બંને ચૂંટણીઓ લોકશાહી, લોકોના અધિકારો અને બંધારણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરુવારે (23 એપ્રિલ) તેમણે કહ્યું કે જે રીતે ભાજપ અને તેની કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં એક પ્રકારની "ગુંડાગીરી" ફેલાવી છે, ત્યાં હજારો સૈનિકો તૈનાત કર્યા છે, તે મને લાગે છે કે ત્યાં મતદારો ઓછા છે અને પોલીસ વધુ છે.