ધ પ્રાઇડ ઑફ ભારત : છત્રપતિ શિવાજી મહારાજમાં વિલન તરીકે અર્જુન રામપાલની એન્ટ્રી

22 March, 2026 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં રિષબ શેટ્ટી છત્રપતિ શિવાજી મહારાજનો લીડ રોલ કરી રહ્યો છે.

ધ પ્રાઇડ ઑફ ભારત : છત્રપતિ શિવાજી મહારાજમાં વિલન તરીકે અર્જુન રામપાલની એન્ટ્રી

મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના જીવન પરથી ‘ધ પ્રાઇડ ઑફ ભારત : છત્રપતિ શિવાજી મહારાજ’ નામની ફિલ્મ બની રહી છે. આ ફિલ્મ ભવ્ય સ્તરે તૈયાર કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે ફિલ્મમાં હવે એક નવા અભિનેતાની એન્ટ્રી થઈ છે જેને કારણે દર્શકોમાં ઉત્સુકતા વધી છે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મમાં વિલન તરીકે અર્જુન રામપાલને સાઇન કરવામાં આવ્યો છે જેનો સામનો ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવી રહેલા રિષબ શેટ્ટી સાથે થશે. ફિલ્મનું નિર્દેશન સંદીપ સિંહ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શેફાલી શાહ રાજમાતા જીજાબાઈના પાત્રમાં જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ શરૂ થશે અને તેને મોટા પાયે તૈયાર કરવામાં આવશે જેથી દર્શકોને ભવ્ય વિઝ્‍યુઅલ અનુભવ મળી શકે. આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના સાહસ, યુદ્ધની રણનીતિ અને સંઘર્ષને દર્શાવવામાં આવશે.

shivaji maharaj arjun rampal upcoming movie bollywood buzz bollywood news bollywood gossips bollywood rishab shetty