✕

શાહરુખ ખાનની સ્વદેસ માટે આમિર ખાન હતો પહેલી પસંદ

23 October, 2026 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃતિક રોશનને પણ ઓફર કરવામાં આવી હતી આ ફિલ્મ

સ્વદેસ માટે આમિર ખાન હતો પહેલી પસંદ

શાહરુખ ખાનની ફિલ્મ ‘સ્વદેસ’ તેની કરીઅરની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક છે. ૨૦૦૪માં આવેલી આ ફિલ્મનું ડિરેક્શન આશુતોષ ગોવારીકરે કર્યું હતું. ફિલ્મમાં શાહરુખ ખાને મોહન ભાર્ગવનું પાત્ર ભજવ્યું હતું. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે આ ફિલ્મ માટે પહેલી પસંદગી શાહરુખ નહીં પણ આમિર ખાન હતો. 

‘સ્વદેસ’ની વાર્તા શરૂઆતમાં આમિરને ધ્યાનમાં રાખીને લખવામાં આવી હતી. ફિલ્મનું મૂળ નામ ‘દેશ’ હતું. આશુતોષ ગોવારીકરે શરૂઆતમાં આ ફિલ્મ આમિરને ઑફર કરી હતી પણ તેણે આ ફિલ્મ કરવાની ના પાડી હતી. 

આમિર પછી આ ભૂમિકા હૃતિક રોશનને પણ ઑફર કરવામાં આવી હતી, તેણે પણ ફિલ્મ સ્વીકારી નહોતી. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ માટે આર. માધવને પણ ઑડિશન આપ્યું હતું અને ટીમને તેનું કામ ખૂબ પસંદ આવ્યું હતું. જોકે શાહરુખે આ ફિલ્મની વાર્તા સાંભળ્યા બાદ તરત જ મોહન ભાર્ગવનું પાત્ર ભજવવા માટે હા પાડી હતી અને આખરે તેને સાઇન કરવામાં આવ્યો હતો.

Shah Rukh Khan aamir khan hrithik roshan r madhavan ashutosh gowariker swades bollywood news bollywood gossips bollywood