રાજકુમાર સાથે ‘ભીડ’ જમાવશે ભૂમિ

28 October, 2021 02:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મને લઈને ભૂમિએ કહ્યું હતું કે ‘અનુભવ સિંહાની ફિલ્મમાં કામ કરવાની તક મળવી મારા માટે સન્માન અને ગર્વની બાબત છે.

રાજકુમાર સાથે ‘ભીડ’ જમાવશે ભૂમિ

ભૂમિ પેડણેકર ‘ભીડ’માં રાજકુમાર રાવ સાથે કામ કરવાની છે. આ બન્ને ‘બધાઈ દો’માં પણ સાથે કામ કરવાનાં છે. ‘ભીડ’ એક સોશ્યો-પૉલિટિકલ ડ્રામા છે. ફિલ્મનું શૂટિંગ લખનઉમાં કરવામાં આવશે. આ ફિલ્મ ભૂષણ કુમાર અને અનુભવ સિંહા પ્રોડ્યુસ કરશે. અનુભવ સિંહા જ ડિરેક્ટ પણ કરશે. ફિલ્મને લઈને ભૂમિએ કહ્યું હતું કે ‘અનુભવ સિંહાની ફિલ્મમાં કામ કરવાની તક મળવી મારા માટે સન્માન અને ગર્વની બાબત છે. તેમને વિશ્વાસ છે કે ફિલ્મોમાં લોકોની માનસકિતાને બદલવાની તાકત હોય છે. એક કલાકાર તરીકે આવી સ્ટોરીઝ દેખાડવાની અમારી જવાબદારી છે. આ એક અગત્યનો વિષય છે અને ફિલ્મની જર્નીની શરૂઆત કરવા માટે હું આતુર છું.’
બીજી તરફ રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘હું હંમેશાંથી એવી સ્ટોરીઝ તરફ આકર્ષાઉં છું જેના પર ચર્ચા કરવી અગત્યની હોય છે. એક પર્ફોર્મર તરીકે પણ મારી ઇચ્છા છે કે લોકો મારા કામને લઈને વિચારતા થાય. આ એક મહત્ત્વનો વિષય છે અને મારા કૅરૅક્ટર માટે મારી જાતને મારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવાની રહેશે. હું શૂટિંગ શરૂ કરવા માટે આતુર છું અને એના યુનિવર્સમાં ગુમ થવા માગું છું.’

bollywood news bollywood bollywood gossips bhumi pednekar rajkummar rao