09 May, 2026 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉબી દેઓલ
અનુરાગ કશ્યપની પાંચમી જૂને રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘બંદર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને એમાં બૉબી દેઓલ એકદમ અલગ અને ચોંકાવનારા અંદાજમાં જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં બૉબી દેઓલ એક રૉકસ્ટારના પાત્રમાં જોવા મળે છે. શરૂઆતમાં તે સ્ટાઇલિશ અને ગ્લૅમરસ લાઇફ જીવે છે પણ પછી એક મોટા કૌભાંડ તથા ગંભીર આરોપમાં ફસાઈ જાય છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ એક સત્ય ઘટનાથી પ્રેરિત છે અને એમાં ડેટિંગ ઍપ સાથે જોડાયેલી ખતરનાક પરિસ્થિતિઓ બતાવવામાં આવી છે. ફિલ્મના ટીઝરમાં ડિસ્કો-સ્ટાઇલ એનર્જી સાથે સસ્પેન્સ અને થ્રિલનું કૉમ્બિનેશન જોવા મળે છે.