કમ ફોલ ઇન લવ – ધ DDLJ મ્યુઝિકલના કલાકાર યુકે પ્રીમિયર પહેલા ગુરુદ્વારા પહોંચ્યા

17 April, 2025 07:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Cast of ‘Come Fall in Love – The DDLJ Musical’: આદિત્ય ચોપરા દ્વારા દિગ્દર્શિત અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, આ સંગીતમય બ્રોડવેની ભવ્યતા અને બૉલિવૂડના દિલને જોડે છે.

જેના પંડ્યા અને એશ્લે ડેએ વૈશાખીના શુભ અવસર પર આશીર્વાદ લેવા માટે સાઉથોલ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી

`કમ ફોલ ઇન લવ - ધ ડીડીએલજે મ્યુઝિકલ` ના યુકે પ્રીમિયરની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે શોના મુખ્ય કલાકારો જેના પંડ્યા અને એશ્લે ડેએ વૈશાખીના શુભ અવસર પર આશીર્વાદ લેવા માટે સાઉથોલ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. આ જોડી, જે અનુક્રમે સિમરન અને રૉગનું પાત્ર ભજવે છે, તેમણે શોની શરૂઆત પહેલાં આધ્યાત્મિક ઊર્જા અને સાંસ્કૃતિક સંમિશ્રણનો સંદેશ આપ્યો. આદિત્ય ચોપરા દ્વારા દિગ્દર્શિત અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, `કમ ફોલ ઇન લવ - ધ ડીડીએલજે મ્યુઝિકલ` આ મે મહિનામાં માન્ચેસ્ટર ઓપેરા હાઉસ ખાતે યુકેમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

આ અંગ્રેજી ભાષામાં એક ભવ્ય મ્યૂઝિકલ છે, જે ૧૯૯૫ની બ્લૉકબસ્ટર ફિલ્મ `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે` (DDLJ) પર આધારિત છે. આદિત્ય ચોપરા દ્વારા દિગ્દર્શિત અને યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત, આ સંગીતમય બ્રોડવેની ભવ્યતા અને બૉલિવૂડના દિલને જોડે છે. તે 29 મે થી 21 જૂન 2025 દરમિયાન મૅન્ચેસ્ટર ઓપેરા હાઉસ ખાતે મૅન્ચેસ્ટરમાં રજૂ થશે, અને 4 જૂને પ્રેસ નાઇટ પણ યોજાશે.

આ શોની વાર્તા ભારત અને યુકે વચ્ચે સેટ છે અને તેમાં વિશાલ દદલાણી અને શેખર રાવજિયાની દ્વારા રચિત 18 નવા અંગ્રેજી ગીતો સામેલ છે. તેના ગીતો અને સંવાદો નેલ બેન્જામિન દ્વારા લખાયેલા છે અને કોરિયોગ્રાફી ઑસ્કાર, ઍમી અને ટોની ઍવોર્ડ વિજેતા રૉબ એશફોર્ડ દ્વારા કરવામાં આવી છે અને ભારતીય નૃત્યોની સહ-નૃત્યકાર શ્રુતિ મર્ચન્ટ છે.

આ મ્યૂઝિકલ પ્લેમાં સિમરન - જેના પંડ્યા, રૉગ - એશ્લે ડે, બલદેવ - ઇરવિન ઇકબાલ, મિંકી - કારા લેન, લજ્જો - હરવીન મન-નીરી, બૅન - એમોનિક મિયાલાકો, કૂકી - મિલી ઓ`કોનેલ,  અજિત - અંકુર સભરવાલ, કુલજીત - કિંશુક સેન, રોગ સિનિયર - રસેલ વિલ્કોક્સ જેવા મુખ્ય કલાકારો જોવા મળશે.

બાકીની ક્રૂ ટીમમાં એરિકા-જેન એલ્ડન, ટેશ બેકર્સી-હેમિલ્ટન, સ્કારલેટ બીહલ, સોફી કેમ્પબેલ, ગેબ્રિયલ કોકા, રોહન ધુપર, જો જેંગો, એલેક્ઝાન્ડર એમરી, કુલદીપ ગોસ્વામી, એલા ગ્રાન્ટ, યાસ્મીન હેરિસન, મોહિત માથુર, ટોમ મસલ, પૂર્વી પરમાર, સાજ ગારટ્ટુ વેન્ના રાજા, સાર્જન્ટ રાજા, ટોમ મસલ, પૂર્વી પરમાર પણ છે. અને સ્વિંગમાં એમિલી ગુડનફ, મરિના લોરેન્સ-મહરા, જોર્ડન માયસૂરિયા-વેક છે.

ક્રિએટિવ ટીમમાં પુસ્તક અને ગીતો: નેલ બેન્જામિન, સંગીત: વિશાલ દદલાણી અને શેખર રવજિયાની, દિગ્દર્શક: આદિત્ય ચોપરા, કોરિયોગ્રાફી: રોબ એશફોર્ડ, સહ-નૃત્ય નિર્દેશન (ભારતીય નૃત્ય): શ્રુતિ મર્ચન્ટ,  સિનિક ડિઝાઇન: ડેરેક મેકલેલન, લાઇટિંગ ડિઝાઇન: જેફી વાઇડમેન, સાઉન્ડ ડિઝાઇન: ટોની ગેઇલ, વીડિયો ડિઝાઇનઃ અખિલા કૃષ્ણન, સંગીત દેખરેખ અને વ્યવસ્થા: ટેડ આર્થર સંગીત દિગ્દર્શક: બૅન હોલ્ડર સામેલ છે.

dilwale dulhania le jayenge vishal dadlani united kingdom yash raj films aditya chopra shekhar ravjiani bollywood buzz bollywood news bollywood gossips bollywood