ડાન્સ શોમાં કોરિયોગ્રાફર ધર્મેશે રિજેક્ટ કરી દીધી હતી સાન્યાને

30 March, 2021 02:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છ વર્ષ અગાઉ હું આ સ્ટુડિયોમાં ડાન્સ રિયલિટી શોમાં ઑડિશન આપવા આવી હતી. જોકે હું એ ક્લિયર કરી શકી નહીં. મને આજે પણ યાદ છે કે હું એ વખતે રાતના એક વાગ્યે ફ્રી થઈ હતી.

ડાન્સ શોમાં કોરિયોગ્રાફર ધર્મેશે રિજેક્ટ કરી દીધી હતી સાન્યાને

સાન્યા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કોરિયોગ્રાફર ધર્મેશ યેલાન્ડેએ તેને ડાન્સ રિયલિટી શોમાં રિજેક્ટ કરી હતી. સાન્યાએ જ્યારે કરીઅરની શરૂઆત કરી હતી એ વખતની આ વાત છે. એ વખતે ધર્મેશ એ શોનો જજ હતો. સાન્યાની સ્ટોરી સાંભળીને તો ધર્મેશે પણ તેની પ્રશંસા કરી અને કહ્યું કે રિજેક્શન બાદ પણ નાસીપાસ ન થતાં પોતાના ધ્યેયને સાર્થક કરવા માટે મહેનત કરીને આગળ વધવાનું તે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તાજેતરમાં જ સાન્યા પોતાની ફિલ્મ ‘પગલૈટ’ના પ્રમોશન માટે ‘ડાન્સ દીવાને’ના શો પર પહોંચી હતી. એ દરમ્યાન પોતાની જર્ની વિશે જણાવતાં સાન્યાએ કહ્યું હતું કે ‘મારા માટે લાઇફ એક સર્કલની જેમ આવીને ઊભી રહી છે. છ વર્ષ અગાઉ હું આ સ્ટુડિયોમાં ડાન્સ રિયલિટી શોમાં ઑડિશન આપવા આવી હતી. જોકે હું એ ક્લિયર કરી શકી નહીં. મને આજે પણ યાદ છે કે હું એ વખતે રાતના એક વાગ્યે ફ્રી થઈ હતી. મેં મારા ફ્રેન્ડને કૉલ કર્યો અને કહ્યું કે હું સિલેક્ટ નથી થઈ, તું મને લેવા આવ. ધર્મેશ સર તમે પણ ત્યાં જ હતા અને તમારા કારણે જ હું સિલેક્ટ નહોતી થઈ શકી. જોકે આજે હું અહીં મારી ફિલ્મને પ્રમોટ કરવા આવી છું.’

bollywood news bollywood bollywood gossips sanya malhotra