15 March, 2026 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉકટેલ 2 ૧૯ જૂને થશે રિલીઝ
‘કૉકટેલ’ની સફળતા બાદ હવે ડિરેક્ટર હોમી અડાજણિયા એની સીક્વલ ‘કૉકટેલ 2’ લઈને આવી રહ્યો છે. પ્રથમ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સૈફ અલી ખાન અને ડાયના પેન્ટી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. હવે સીક્વલમાં શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં દેખાશે. તાજેતરમાં શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટ કરીને જાહેરાત કરી કે ‘કૉકટેલ 2’ ૧૯ જૂને વિશ્વભરમાં રિલીઝ થશે.
|
જૂન ૨૦૨૬માં આવે છે... |
|
|
૪ જૂન |
ટૉક્સિક |
|
૧૨ જૂન |
હૈ જવાની તો ઇશ્ક હોના હૈ |
|
૧૯ જૂન |
કૉકટેલ 2 |
|
૨૬ જૂન |
વેલકમ ટુ ધ જંગલ |
૧૯ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ‘કૉકટેલ 2’ના ફર્સ્ટ લુકનું પોસ્ટર હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર બહાર આવ્યા બાદ ફિલ્મ વધારે ચર્ચામાં છે. આ ફિલ્મની જાહેરાત સાથે જ કલાકારોની ફી વિશે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં શાહિદ કપૂર સૌથી વધુ ફી લેનારો ઍક્ટર છે અને તેણે આ પ્રોજેક્ટ માટે લગભગ ૩૫ કરોડ રૂપિયા ફી તરીકે લીધા છે. આ ફિલ્મમાં શાહિદની કો-સ્ટાર ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ફી અંદાજે ૧૫-૧૫ કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. ‘કૉકટેલ 2’ એક મજેદાર રોડ-ટ્રિપ આસપાસ ગોઠવાયેલી છે. એમાં પ્રેમ, મિત્રતા અને સંબંધોની ગૂંચવણને આધુનિક અંદાજમાં રજૂ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં એક રસપ્રદ લવ-ટ્રાયેન્ગલ પણ જોવા મળી શકે છે. આ ફિલ્મનું ટીઝર ૧૮ માર્ચે ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ ના પેઇડ પ્રિવ્યુ સાથે દર્શાવવામાં આવશે.