ધ કાશ્મીર ફાઇલ્સને અશ્લીલ કહેનારા ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા વિરુદ્ધ ફરિયાદ દાખલ

29 November, 2022 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડ (Nadav Lapid)`ધ કાશ્મીર ફાઇલ્સ` (The Kashmir Files)પરના તેમના નિવેદનને કારણે વિવાદનો સામનો કરવો પડ્યો છે.

ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડ

ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડ (Nadav Lapid)`ધ કાશ્મીર ફાઇલ્સ` (The Kashmir Files)પરના તેમના નિવેદનને કારણે વિવાદનો સામનો કરવો પડ્યો છે. 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ના મુખ્ય જ્યુરી એવા ફિલ્મ નિર્માતાએ તેમના ભાષણમાં `ધ કાશ્મીર ફાઇલ્સ`ને `વલ્ગર` ગણાવી હતી, જેના કારણે સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ હવે નાદવ લેપિડ પોતાના નિવેદનના કારણે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ ગયો છે. તેમની સામે સુપ્રીમ કોર્ટના વકીલે ફરિયાદ દાખલ કરી છે.

આ પણ વાંચો:The Kashmir Files પર મચ્યો બબાલ, ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા પર કાળઝાળ થયા અનુપમ ખેર

સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહેલા વકીલ વિનોદ જિંદાલે મંગળવારે નાદવ લેપિડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દરમિયાન વિનોદ જિંદાલે IFFI જ્યુરીના વડા નાદવ લેપિડ પર ફિલ્મ `ધ કાશ્મીર ફાઇલ્સ`ને `અશ્લીલ` અને `પ્રચાર` કહીને કાશ્મીરમાં હિન્દુ સમુદાયના બલિદાનને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. વિનોદ જિંદાલની ફરિયાદ IPCની કલમ 121,153,153A અને B, 295, 298 અને 505 હેઠળ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો:ફરી થયો વિવાદ...જાણો કોણે The Kashmir Filesને અશ્લીલ અને પ્રોપગેન્ડા ફિલ્મ ગણાવી

bollywood news anupam kher Movie Kashmir Files israel