‘ડાન્સિંગને કારણે વજન ઘટાડવામાં ઘણી મદદ મળી છે’

05 August, 2021 09:40 AM IST  |  Mumbai | Harsh Desai

શાલિની પાન્ડેનું કહેવું છે કે મીલ પ્લાન અને રોજના ચાર કલાક ડાન્સ રિહર્સલને કારણે તેનું વજન સરળતાથી ઊતર્યું છે

‘ડાન્સિંગને કારણે વજન ઘટાડવામાં ઘણી મદદ મળી છે’

શાલિની પાન્ડેએ તેની રણવીર સિંહ સાથેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ માટે વજન ઘટાડ્યું છે. આ ફિલ્મ દ્વારા તે બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. ‘અર્જુન રેડ્ડી’ દ્વારા તે ઘણી ફેમસ થઈ હતી. શાલિનીનું કહેવું છે કે ફિલ્મ માટે ચોક્કસ બૉડી હોવી જોઈએ એ માટેનું તેણે ક્યારેય પ્રેશર નથી લીધું. આ વિશે વધુ જણાવતાં શાલિનીએ કહ્યું હતું કે ‘મારી બૉડીને લઈને હું એકદમ કૉન્ફિડન્ટ છું અને લોકો એ વિશે શું કહે છે એ માટે મેં ક્યારેય ધ્યાન નથી આપ્યું. હું ફિઝિકલી જે ફેઝમાં હોઉં એ મને પસંદ હોય છે અને ચોક્કસ પ્રકારની બૉડી માટે મેં ક્યારેય પ્રેશર નથી લીધું. મને લાગે છે કે ચોક્કસ બૉડી-ટાઇપ માટે મહિલાઓ ઘણી વાર પ્રેશરમાં આવે છે અને એ યોગ્ય નથી. આથી મેં જે વજન ઘટાડ્યું છે એને હું મારા ટ્રાન્સફૉર્મેશન તરીકે નથી જોતી. હું આ ફિલ્મમાં સ્ક્રીન પર કેવી રીતે દેખાવા માગું છું એ માટેનું ફિઝિક્સ મેં મેળવી લીધું છે એ રીતે એને જોઉં છું. જોકે હું અત્યારે જેવી દેખાઈ રહી છું એને જોઈને હું ખુશ છું અને મારા દિમાગમાં પણ મને શાંતિ મળી રહી છે.’

હેલ્થ કૉન્શિયસ હોવાને લઈને શાલિનીએ કહ્યું હતું કે ‘હું મારી લાઇફમાં પહેલેથી જ પૌષ્ટિક આહાર લેતી આવી છું. હું પહેલેથી જ સ્પોર્ટ્સમાં હતી. હું પાંચમા ધોરણથી સ્વિમિંગ કરું છું. બૅડ્મિન્ટન અને વૉલીબૉલ જેવી ઘણી સ્પોર્ટ્સ હું રમતી હતી. હું ઘરની બહાર રહેનારી વ્યક્તિ છું. આથી હું પહેલેથી જ ફિટનેસ ફ્રીક છું. આ ફિલ્મ માટે મેં જે વજન ઘટાડ્યું છે એ માટે મેં ચોક્કસ મીલ પ્લાન તૈયાર કર્યો હતો. તેમ જ મારી ફિલ્મ માટે મારે ઘણાં ડાન્સ રિહર્સલ પણ કરવાનાં હતાં જેનાથી મારું વજન ઘટ્યું છે. મારું વજન ઘટાડવા માટે મેં ચોક્કસ કંઈ નથી કર્યું, પરંતુ મારા મીલ પ્લાનને કારણે ઘણી અસર પડી છે. તેમ જ હું રોજના ચાર કલાક ડાન્સ અને કાર્ડિયો કરતી હતી જેનાથી પણ ઘણી મદદ મળી છે.’

 હું એક એવી ઍક્ટર છું જે દરેક પ્રોજેક્ટમાં ખૂબ જ ટાઇમ અને એનર્જી ઇન્વેસ્ટ કરે છે. હું ઇચ્છું છું કે મારી જગ્યાએ મારો પર્ફોર્મન્સ બોલે. ફિલ્મની સ્ક્રિપ્ટ અથવા તો મારા ડિરેક્ટરની ડિમાન્ડ હોય તો મારી બૉડીને ટ્રાન્સફૉર્મ કરવામાં મને કોઈ તકલીફ નથી
શાલિની પાન્ડે

harsh desai bollywood news bollywood bollywood gossips