દીપિકાએ લાસ વેગસમાં ખાસ ફ્રેન્ડ્સ સાથે માણી બૅકસ્ટ્રીટ બૉય્ઝની કૉન્સર્ટ

01 January, 2026 03:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટેજ પર બૅકસ્ટ્રીટ બૉય્ઝ પર્ફોર્મ કરી રહ્યા હતા અને આખો માહોલ ઊર્જા-ઉત્સાહથી ભરેલો લાગતો હતો. આ કૉન્સર્ટમાં કૅઝ્‍યુઅલ છતાં સ્ટાઇલિશ લુકમાં દીપિકાએ સફેદ ટૉપ સાથે જીન્સ પહેર્યું હતું. દીપિકાની મિત્રએ શૅર કરેલી સ્ટોરીમાં દીપિકાને ટૅગ પણ કરવામાં આવી હતી

દીપિકાએ લાસ વેગસમાં ખાસ ફ્રેન્ડ્સ સાથે માણી બૅકસ્ટ્રીટ બૉય્ઝની કૉન્સર્ટ

દીપિકા પાદુકોણે તાજેતરમાં લાસ વેગસમાં પોતાની નજીકની મિત્ર સાથે ફેમસ બૅન્ડ બૅકસ્ટ્રીટ બૉય્ઝની કૉન્સર્ટમાં હાજરી આપીને યાદગાર સાંજ માણી હતી. દીપિકાની મિત્રએ આ કૉન્સર્ટમાંથી તેમની તસવીર સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીરમાં દીપિકા પોતાની મિત્ર સાથે ખીચોખીચ ભરેલી કૉન્સર્ટ અરીનાની પૃષ્ઠભૂમિ સામે ઉત્સાહપૂર્વક પોઝ આપતી જોવા મળે છે. સ્ટેજ પર બૅકસ્ટ્રીટ બૉય્ઝ પર્ફોર્મ કરી રહ્યા હતા અને આખો માહોલ ઊર્જા-ઉત્સાહથી ભરેલો લાગતો હતો. આ કૉન્સર્ટમાં કૅઝ્‍યુઅલ છતાં સ્ટાઇલિશ લુકમાં દીપિકાએ સફેદ ટૉપ સાથે જીન્સ પહેર્યું હતું. દીપિકાની મિત્રએ શૅર કરેલી સ્ટોરીમાં દીપિકાને ટૅગ પણ કરવામાં આવી હતી. આ તસવીરના લોકેશન-સ્ટિકરથી ખ્યાલ આવતો હતો કે કૉન્સર્ટ અમેરિકાના લાસ વેગસમાં યોજાઈ હતી.

deepika padukone bollywood buzz bollywood bollywood news bollywood gossips las vegas