19 June, 2026 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્વરી અને સની
શર્વરીની ‘મૈં વાપસ આઉંગા’ રિલીઝ થઈ ગઈ છે અને ‘આલ્ફા’ રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે તેની પર્સનલ રિલેશનશિપ ચર્ચામાં છે. ‘મૈં વાપસ આઉંગા’માં શર્વરી અને વૈદાંગ રૈનાની કેમિસ્ટ્રી આકર્ષણનું કારણ બની છે ત્યારે શર્વરી અને વિકી કૌશલના નાના ભાઈ સની કૌશલના બ્રેકઅપનાં કારણો વિશે પણ વાત કરવામાં આવી રહી છે.
શર્વરી અને સનીની રિલેશનશિપની શરૂઆત કબીર ખાનની મિની સિરીઝ ‘ધ ફર્ગટન આર્મી - આઝાદી કે લિએ’ના શૂટિંગ દરમ્યાન થઈ હતી. જોકે સિરીઝને કેટલીક મહત્ત્વની વેબસાઇટ્સ પર સારો પ્રતિસાદ મળ્યો હોવા છતાં એ ટૂંક સમયમાં ભુલાઈ ગઈ અને સનીને વ્યાવસાયિક રીતે ખાસ ફાયદો મળ્યો નહીં. લગભગ એક દાયકાની કારકિર્દીમાં સનીએ અનેક ફિલ્મોમાં કામ કરીને પ્રશંસા મેળવી છે અને તેની નોંધપાત્ર ફિલ્મોમાં ‘ગોલ્ડ’, ‘શિદ્દત’, ‘ચોર નિકલ કે ભાગા’ અને ‘ફિર આયી હસીન દિલરુબા’નો સમાવેશ થાય છે પણ તેને ભાઈ વિકી કૌશલ જેવી સફળતા નથી મળી. બીજી તરફ તેની ગર્લફ્રેન્ડ શર્વરી વાઘની કારકિર્દી ઝડપથી આગળ વધી. ‘મુંજ્યા’ અને ‘મહારાજ’ જેવી સફળ ફિલ્મો અને OTT પ્રોજેક્ટ્સ બાદ તેની લોકપ્રિયતા વધી ગઈ. મીડિયા-રિપોર્ટ પ્રમાણે શર્વરી એક તબક્કે સની કૌશલથી વધારે સફળ થઈ જતાં તેમની વચ્ચે સમસ્યા સર્જાઈ હતી જેના કારણે ૬ વર્ષ જેટલી લાંબી રિલેશનશિપનો ૨૦૨૫માં અંત આવી ગયો હતો. જોકે શર્વરી કે વિકીએ જાહેરમાં તેમના સંબંધો અથવા બ્રેકઅપ વિશે સત્તાવાર નિવેદન આપ્યું નથી.