02 January, 2025 02:46 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
PM મોદીને મળવા પહોંચ્યો દિલજીત દોસાંજ (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)
પંજાબી પૉપ સિંગર દિલજીત દોસાંજ નવા વર્ષ 2025ના પહેલા જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને (Diljit Dosanjh meets PM Narendra Modi) મળવા પહોંચી ગયો હતો. પીએમ મોદી સાથે મુલાકાતની પળો દિલજીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો વચ્ચે ચર્ચા જાગી છે. દિલજીતે એક વીડિયો જાહેર કર્યો અને પીએમ મોદી સાથેની આ મીટિંગને યાદગાર ગણાવી. દિલજીત દોસાંજની આ પોસ્ટ પર વડા પ્રધા મોદીને સોશિયલ મીડિયા સાઇટ પર દોસાંજ સાથેની તેમની વાતચીતનું વર્ણન કર્યું હતું. 2024ની 26 ઑક્ટોબરે દિલ્હીમાં શરૂ થયેલી દિલજીત દોસાંજની દિલ લ્યુમિનાટી ટૂર 31 ડિસેમ્બર 2024ના રોજ લુધિયાણામાં પૂરી થઈ હતી. જ્યારથી તેનો પ્રવાસ શરૂ થયો છે ત્યારથી તેના ઘણા વિવાદો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા હતા.
દિલજીત દોસાંજ (Diljit Dosanjh meets PM Narendra Modi) દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તે ફૂલોનો ગુલદસ્તો લઈને પીએમને મળવા જતો જોવા મળી રહ્યો છે. પીએમ મોદીને જોતાની સાથે જ તે તેમને માથું નમાવીને અભિવાદન કરે છે. બીજી તરફ પીએમ મોદી પણ `સત શ્રી આકાલ` બોલીને ગાયકનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, "2025ની શાનદાર શરૂઆત." વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ખૂબ જ યાદગાર મુલાકાત. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા પોતાના વીડિયોમાં તે દેશભરના પ્રવાસ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતની મહાનતા વિશે વાત કરતા જોવા મળે છે. આ વીડિયોમાં તેણે કહ્યું કે જ્યારે તેણે આખા દેશનો પ્રવાસ કર્યો ત્યારે તેને ખબર પડી કે ભારતને શા માટે `ગ્રેટ` કહેવામાં આવે છે.
આમાં તે યોગ વિશે ચર્ચા કરતી પણ જોવા મળે છે. જ્યારે વડા પ્રધાન (Diljit Dosanjh meets PM Narendra Modi) નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે યોગમાં અદ્ભુત શક્તિ છે, જેને તેનો અનુભવ હોય તે જ તેને જાણી શકે છે. આ વીડિયોના અંતમાં દિલજીત દોસાંઝ પણ વડા પ્રધાન મોદીની સામે ગુરુ નાનક પર ગીત ગાતો જોવા મળી રહ્યો છે. જ્યારે દિલજીત ગીત ગાતો હતો ત્યારે વડા પ્રધાન મોદી નાના ટેબલ પર આંગળીઓ ટેપ કરતા જોવા મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મીટિંગની તસવીરો શૅર કરી છે. તેણે ગુરુમુખીમાં ટ્વીટ કર્યું, "દિલજીત દોસાંજ સાથેની વાતચીત શાનદાર રહી. તે ખરેખર બહુપરીમાણીય વ્યક્તિ છે. પ્રતિભા અને પરંપરાનો સમન્વય. અમે સંગીત, સંસ્કૃતિ અને ઘણી વસ્તુઓ વિશે વાત કરી. દિલજીત દોસાંઝ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની આ મુલાકાત પર લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.