✕

મૈનુ લગા મેરી માઁ ખડી હૈ: દિલજિત દોસાંઝ

01 November, 2026 10:39 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

CRPFની મહિલા ઑફિસરને સ્ટેજ પર બોલાવીને દિલજિત દોસાંઝે કરી સલામ.

દિલજિતે CRPF મહિલા ઑફિસરનું કર્યું સન્માન

‌સિંગર અને ઍક્ટર દિલજિત દોસાંઝે શુક્રવારે દિલ્હીમાં કૉન્સર્ટ સાથે પોતાની ‘ઑરા ઇન્ડિયા ટૂર’ની શરૂઆત કરી હતી. કૉન્સર્ટ સ્થળે થયેલી અફરાતફરી અને કથિત અવ્યવસ્થાના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે ત્યારે દિલજિતે શૅર કરેલા એક અન્ય વિડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વિડિયોમાં ગાયક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની એક મહિલા ઑફિસરને સ્ટેજ પર બોલાવે છે અને તેની કામગીરી બદલ આભાર માને છે એટલું જ નહીં, દિલજિત તેને સલામ પણ કરે છે અને કહે છે કે તેને જોઈને મમ્મીની યાદ આવી ગઈ. દિલજિતે આ ઑફિસર માટે ગીત પણ ગાયું અને તેને ભેટ આપી હતી.

ઑફિસર સાથે વાત કરતાં દિલજિતે કહ્યું હતું કે ‘જો તમે ત્યાં ન હોત તો અમને સુરક્ષિત હોવાનો અનુભવ ન થયો હોત. તમારો ખૂબ-ખૂબ આભાર. તમે જે રીતે ઊભાં હતાં એ જોઈને મને લાગ્યું કે મારી મા ઊભી છે. આજે મારી મમ્મીએ મને ફોન કરીને કહ્યું હતું કે તું તારું ધ્યાન રાખજે પણ અહીં તમને જોઈને મૈનુ લગા મેરી માઁ ખડી હૈ.’

diljit dosanjh indian music new delhi viral videos social media bollywood buzz bollywood news bollywood gossips bollywood central reserve police force crpf