પપ્પાની યાદમાં એશા દેઓલનો પલંગ ટેડી બેઅર્સથી ભરેલો રહે છે

07 July, 2026 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલ અવારનવાર પપ્પાની યાદોને સોશ્યલ મીડિયા પર શૅર કરતી રહે છે. એેશાએ કહ્યું હતું કે ‘હું હંમેશાં મારા પપ્પાને મારો ટેડી બેઅર કહેતી હતી. આજે મારો પલંગ ટેડી બેઅર્સથી ભરેલો રહે છે, કારણ કે એ મને તેમની યાદ અપાવે છે.

એશા દેઓલ અને ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રનું ગયા વર્ષે ૮૯ વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમના નિધનથી પરિવારજનો અને ચાહકો આજે પણ ઊંડા આઘાતમાં છે. ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલ અવારનવાર પપ્પાની યાદોને સોશ્યલ મીડિયા પર શૅર કરતી રહે છે. હવે એશાએ ખુલાસો કર્યો છે કે પપ્પાના અવસાન પછી શા માટે તેનો બેડ ટેડી બેઅર્સથી ભરેલો રહે છે. પોતાની લાગણી વ્યક્ત કરતાં એેશાએ કહ્યું હતું કે ‘હું હંમેશાં મારા પપ્પાને મારો ટેડી બેઅર કહેતી હતી. આજે મારો પલંગ ટેડી બેઅર્સથી ભરેલો રહે છે, કારણ કે એ મને તેમની યાદ અપાવે છે. તેમનું જવું ક્યારેય સંપૂર્ણપણે ભૂલાઈ શકતું નથી. તમે માત્ર એ દુઃખ સાથે જીવતાં શીખી જાઓ છો. હું તેમને મારા હૃદયમાં રાખું છું અને તેમની શક્તિ મારી સાથે દરેક જગ્યાએ રહે છે. મારા જીવનના દરેક પડાવ પર તેમની હાજરી રહી છે. એક યાદ પસંદ કરવી ખૂબ મુશ્કેલ છે. આ તો આખું જીવન છે. એક દીકરી તરીકે ૪૪ વર્ષ સુધી મેં મારા પપ્પાને મારા આદર્શ તરીકે જોયા છે.’

esha deol dharmendra hema malini sunny deol bobby deol bollywood news bollywood buzz bollywood gossips bollywood