29 October, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એશા દેઓલ
ધર્મેન્દ્ર દેઓલ અને હેમા માલિનીની દીકરી એશા દેઓલ ફિલ્મ ‘પ્રતાપ’ સાથે ફિલ્મી પડદે કમબૅક કરવા તૈયાર છે. આ ફિલ્મના નિર્માતાઓએ એશાના પાત્ર પૂનમનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. પૂનમની વાર્તા જીવનમાં અચાનક આવતા વળાંકો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સામે આવતી આંતરિક શક્તિને દર્શાવે છે. ‘પ્રતાપ’માં પૂનમનું પાત્ર એ વાત તરફ ઇશારો કરે છે કે ઘણી વાર જીવનમાં આવતો એક વળાંક વ્યક્તિની આખી વિચારધારા બદલી નાખે છે.
‘પ્રતાપ’માં એશા દેઓલ સાથે અમિત સધ, તિગ્માંશુ ધુલિયા, સીમા બિસ્વાસ અને મિલિન્દ ગુણાજી પણ મહત્ત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મ ૨૦ નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે.