26 November, 2025 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસાંઝ
સોમવારે ન્યુ યૉર્ક સિટીમાં યોજાયેલા ૫૩મા ઇન્ટરનૅશનલ એમી અવૉર્ડ્સમાં ભારતને વિશેષ આશા હતી, કારણ કે એમાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ બે કૅટેગરીમાં નૉમિનેટ થઈ હતી. આ ફિલ્મને બેસ્ટ ટીવી મિની સિરીઝ/મૂવી અને ફિલ્મના ઍક્ટર દિલજિત દોસાંઝને બેસ્ટ પર્ફોર્મન્સ બાય ઍન ઍક્ટર એવી બે કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું હતું. દિલજિતના ફૅન્સને પણ વિશ્વાસ હતો કે ફિલ્મની વાર્તા અને દિલજિતનો અભિનય બન્ને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ગર્વ અપાવશે. જોકે આ બન્નેમાંથી કોઈ અવૉર્ડ ન મળતાં દિલજિત દોસાંઝના ફૅન્સ અપસેટ થયા છે.