સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ થશે ઈડન ગાર્ડન્સ અને લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં

20 February, 2026 06:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીમનું આયોજન હંમેશાંથી આ ફિલ્મનું શૂટિંગ વાસ્તવિક લોકેશન્સ પર કરવાનું રહ્યું છે અને હાલ જરૂરી પરવાનગીઓ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સૌરવ ગાંગુલી

રાજકુમાર રાવ ટૂંક સમયમાં ક્રિકેટર સૌરવ ગાંગુલી પરની બાયોપિકનું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મનું નામ હજી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ સમયાંતરે ફિલ્મને લઈને નવી-નવી અપડેટ્સ આવી રહી છે. રિપોર્ટ મુજબ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને માર્ચ મહિનાથી શરૂ થવાનું છે અને નિર્માતાઓએ મુખ્ય લોકેશન્સ પણ નક્કી કરી દીધાં છે. મળતી માહિતી મુજબ ફિલ્મનું શૂટિંગ લંડનના લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેમ જ કલકત્તાના ઈડન ગાર્ડન્સ ખાતે કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાંક દૃશ્યો મુંબઈમાં પણ ફિલ્માવવામાં આવશે. નિર્માતા લવ રંજન અને અંકુર ગર્ગ આ પ્રોજેક્ટને ભવ્ય સ્તરે બનાવવાની તૈયારીમાં છે. ટીમનું આયોજન હંમેશાંથી આ ફિલ્મનું શૂટિંગ વાસ્તવિક લોકેશન્સ પર કરવાનું રહ્યું છે અને હાલ જરૂરી પરવાનગીઓ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

rajkummar rao sourav ganguly bollywood buzz bollywood news bollywood gossips bollywood