13 October, 2026 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની દેઓલની સૂર્યા : અંત સે આરંભ તકનો ફર્સ્ટ લુક જાહેર
સની દેઓલ પોતાની નવી ફિલ્મ ‘સૂર્યા: અંત સે આરંભ તક’ને લઈને ચર્ચામાં છે. હવે નિર્માતાઓએ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. આ લુક સામે આવતાં જ સોશ્યલ મીડિયા પર ફિલ્મની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફિલ્મના નિર્માતાઓએ એનો ફર્સ્ટ લુક જાહેર કરવાની સાથે એની રિલીઝની તારીખની પણ જાહેરાત કરી છે અને એ ૨૦ નવેમ્બરે રિલીઝ થશે.
‘સૂર્યા : અંત સે આરંભ તક’માં સની એવા પાત્રમાં જોવા મળશે જેના ભૂતકાળમાં અનેક રહસ્યો છુપાયેલાં છે અને તેણે ન ઇચ્છવા છતાં અનેક સત્યનો સામનો કરવો પડે છે. ફિલ્મના મોશન પોસ્ટરમાં સની દેઓલનો ચહેરો ગંભીર અને થાકેલો દેખાય છે. સનીએ ફિલ્મનું મોશન પોસ્ટર જાહેર કરતાં કૅપ્શનમાં લખ્યું હતું કે ‘ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ગૂંચવાયેલો તે સત્ય શોધે છે!’