ક્વૉરન્ટાઇનનો સમય રિતેશ અને બાળકો વગર કપરો રહ્યો : જેનિલિયા દેશમુખ

01 September, 2020 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ક્વૉરન્ટાઇનનો સમય રિતેશ અને બાળકો વગર કપરો રહ્યો : જેનિલિયા દેશમુખ

જેનિલિયા દેશમુખ

ફિલ્મ અભિનેત્રી(Bollywood Actress) જેનિલિયા ડિસૂઝા (Genelia Dsouza)એ પોતે પોતાના સોશિયલ મીડિયા (Social Media Account) અકાઉન્ટ પરથી જણાવ્યું કે ત્રણ અઠવાડિયા પહેલા તે કોવિડ-19 પૉઝિટીવ 9Covid-19 Positive) આવી હતી. આને કારણે તે છેલ્લા 21 દિવસથી સેલ્ફ આઇસોલેશન (Self Isolation)માં હતી. જો કે, હવે તેનો ટેસ્ટ નેગેટિવ(Tested Negative) આવ્યો છે. બોલીવુડ અભિનેત્રી(Bollywood Actress Genelia Deshmukh) જેનિલિયા દેશમુખે પોતાના ચાહકોને સોશિયલ મીડિયા (Social Media) દ્વારા જણાવ્યું કે તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ (Coronavirus Test Negative) આવ્યો છે.

જેનિલિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ત્રણ અઠવાડિયા સુધી તે કોરોના વાયરસથી સંક્રમિત હતી. તેણે એ પણ ખુલાસો કર્યો છે કે છેલ્લા 21 દિવસથી તે સેલ્ફ ક્વૉરન્ટાઇન હતી. જેનિલિયાએ ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા છે, અને કહ્યું કે પરિવારના સભ્યોને મળીને ખુશ છે.

જેનિલિયાએ લખ્યું કે, "હાય, ત્રણ અઠવાડિયા પહેલા મારો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો. હું છેલ્લા 21 દિવસથી સેલ્ફ-આઇસોલેશનમાં હતી. ભગવાનની દયાથી મારો ટેસ્ટ આજે નેગેટિવ આવ્યો છે. તમારા આશીર્વાદ થકી આ બીમારી સામેની લડાઇ ખૂબ જ સરળ રહી, પણ હું માનું છું કે આઇસોલેશનના આ 21 દિવસ મારી માટે પડકારભર્યા રહ્યા." 'જાને તૂ યા જાને ના' અભિનેત્રીએ પોતાના ફૉલોઅર્સને સલાહ આપી કે વહેલી તકે કોવિડ-19ની ટેસ્ટ કરાવવાથી કોરોનાને માત આપી શકાય છે.

જેનિલિયાએ આગળ લખ્યું છે કે, "ફેસટાઇમ અને ડિજિટલ વર્લ્ડ તમારી એકલતાને દૂર કરી શકે નહીં. હું મારા મિત્રો અને પરિવારજનો સાથે મળીને ખુશ છું. પોતાને પ્રેમ કરો. જે તમારી સાચ્ચી તાકાત છે અને આ સમયની માગ પણ. આ રાક્ષસ સામે લડવાની એક માત્ર રીત એ જ છે કે ટેસ્ટ વહેલી તકે કરાવવી, સ્વસ્થ રહેવું, પૌષ્ટિક ખાવું."

મુશ્તાક શેખ અને પુલકિત સમ્રાટે જેનિલિયાની પોસ્ટ પર લખ્યું છે કે, "લવ યૂ જીન. મોર પાવર ટૂ યૂ." જેનિલિયાના ચાહકોએ પણ તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. એક યૂઝરે લખ્યું છે કે, "આનંદ છે કે તમે સ્વસ્થતા અનુભવો છો."

bollywood bollywood news bollywood gossips genelia dsouza covid19 coronavirus