✕

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં બની બેસ્ટ ઇન્ડિયન ફીચર ફિલ્મ ગોંધળ

03 November, 2026 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં બેસ્ટ ફીચર ફિલ્મનો અવૉર્ડ ‘ગોંધળ’ને આપવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ ફિલ્મ ઑસ્કર માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે પણ પસંદ કરવામાં આવી છે.

‘ગોંધળ’ને બેસ્ટ ફીચર ફિલ્મનો અવૉર્ડ

તાજેતરમાં ચાર દિવસના જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૮ ઑક્ટોબરથી શરૂ થયેલા આ ફેસ્ટિવલનું પહેલી નવેમ્બરે અવૉર્ડ સમારોહ સાથે સમાપન થયું હતું. આ ફેસ્ટિવલમાં થિયેટર અને OTT પર રિલીઝ થયેલી ફિલ્મો, વેબ-સિરીઝ અને કલાકારોના શ્રેષ્ઠ અભિનયને બિરદાવવામાં આવ્યા હતા. જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ 2026 માટે આ વખતે પાંચસોથી વધુ ફિલ્મોની અરજીઓ મળી હતી અને એમાંથી ૧૩૦ શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરીને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મોમાં ભારતીય ફિલ્મોની સાથે આંતરરાષ્ટ્રીય ફિલ્મોનો પણ સમાવેશ થતો હતો. 

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં બેસ્ટ ફીચર ફિલ્મનો અવૉર્ડ ‘ગોંધળ’ને આપવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ ફિલ્મ ઑસ્કર માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે પણ પસંદ કરવામાં આવી છે.

જાગરણ ફિલ્મ ફેસ્ટિવલ 2026ના વિજેતાઓની યાદી

બેસ્ટ ઇન્ડિયન ફીચર ફિલ્મ

ગોંધળ

બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ

નાગાસાકી : ઇન ધ શૅડો ઑફ ધ ફ્લૅશ

બેસ્ટ એડિટિંગ

મૈં વાપસ આઉંગા

બેસ્ટ સિનેમૅટોગ્રાફી

કૃષ્ણાવતારમ્ : પાર્ટ ૧

બેસ્ટ સ્ક્રીનપ્લે

મૈં વાપસ આઉંગા

બેસ્ટ ઍક્ટર (મેલ)

વેદાંગ રૈના (મૈં વાપસ આઉંગા)

બેસ્ટ ઍક્ટર (ફીમેલ)

કવિશા મહંતા (બાળ કલાકાર, આકુટી)

બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર

સાધુ તિવારી (હનુમાન અંશ)

ડિજિટલ અવૉર્ડ્‍સ

બેસ્ટ OTT સિરીઝ

ઑપરેશન સફેદ સાગર (નેટફ્લિક્સ)

બેસ્ટ OTT ફિલ્મ

સાલી મોહબ્બત (ઝી5)

બેસ્ટ OTT ઍક્ટર (મેલ)

સિદ્ધાર્થ (ઑપરેશન સફેદ સાગર)

 

jagran film festival indian films oscars oscar award bollywood buzz bollywood gossips bollywood events bollywood bollywood news