✕

રામાયણને હેમા માલિનીએ ગણાવ્યો મંત્રમુગ્ધ કરી દેનારો અનુભવ

12 November, 2026 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ એક મહાકાવ્ય હોવાથી હું ખૂબ ઓછી અપેક્ષાઓ સાથે ફિલ્મ જોવા ગઈ હતી, કારણ કે જે વાર્તા નાનાં બાળકો પણ જાણે છે એમાં બહુ મોટા ફેરફાર કરી શકાય નહીં, પણ ફિલ્મની શાનદાર રજૂઆત અને અદ્ભુત સ્પેશ્યલ ઇફેક્ટ્સ જોઈને હું અચંબિત થઈ ગઈ.

હેમા માલિની

હેમા માલિનીએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રામાયણ’ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. હેમા માલિનીએ આ ફિલ્મ જોઈને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોતાના વિચારો શૅર કર્યા હતા.

સોશ્યલ મીડિયામાં હેમા માલિનીએ પોતાનો અભિપ્રાય જણાવતાં લખ્યું હતું કે ‘મેં ‘રામાયણ’ ફિલ્મનું નવું વર્ઝન જોયું. આ એક મહાકાવ્ય હોવાથી હું ખૂબ ઓછી અપેક્ષાઓ સાથે ફિલ્મ જોવા ગઈ હતી, કારણ કે જે વાર્તા નાનાં બાળકો પણ જાણે છે એમાં બહુ મોટા ફેરફાર કરી શકાય નહીં, પણ ફિલ્મની શાનદાર રજૂઆત અને અદ્ભુત સ્પેશ્યલ ઇફેક્ટ્સ જોઈને હું અચંબિત થઈ ગઈ. ફિલ્મે મને મંત્રમુગ્ધ કરી દીધી. આ ઉપરાંત મુખ્ય પાત્રોની પસંદગી પણ એકદમ યોગ્ય છે. હું દર્શકોની પ્રતિક્રિયા જોઈ શકતી હતી. તેઓ જાણે કોઈ બીજા જ યુગમાં પહોંચી ગયા હોય એવું લાગતું હતું. તેઓ ફિલ્મમાં બની રહેલી ઘટનાઓનો હિસ્સો બની ગયા હતા. ખરેખર, આધુનિક ટેક્નૉલૉજીના ઉપયોગથી ઘણો ફરક પડ્યો છે. ભારતીય દર્શકો માટે આ ખરેખર એકદમ અનોખો અનુભવ છે.’

hema malini ramayan indian cinema social media bollywood news bollywood movie review bollywood gossips film review bollywood