✕

જૅકી શ્રોફ અને શરદ કેળકરની કાલી ખેતી છે એક ગામની રહસ્યમય કથા

13 November, 2026 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કાલી ખેતી’ના ટ્રેલરમાં જૅકી શ્રોફ પોતાની શાનદાર અદાકારી અને અભિનયની વિવિધતાથી દર્શકોને પ્રભાવિત કરતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ શરદ કેળકર પણ પોતાના દમદાર અભિનયથી ફિલ્મની વાર્તાને વધુ ગંભીરતા આપે છે.

જૅકી શ્રોફ અને શરદ કેળકરને લીડ રોલમાં ચમકાવતી હૉરર ફિલ્મ ‘કાલી ખેતી’ ૨૦ નવેમ્બરે રિલીઝ થવાની છે

જૅકી શ્રોફ અને શરદ કેળકરને લીડ રોલમાં ચમકાવતી હૉરર ફિલ્મ ‘કાલી ખેતી’ ૨૦ નવેમ્બરે રિલીઝ થવાની છે અને હાલમાં એનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર દર્શકોને આવનારા ભયની એક ઝલક બતાવે છે. આ ફિલ્મનું ટ્રેલર એક એવી ડરામણી દુનિયાની ઝલક રજૂ કરે છે જ્યાં ખેતી હવે માત્ર પાક ઉગાડવાનું સ્થળ નથી રહી પણ એક અત્યંત ભયાનક જગ્યા બની ગઈ છે. ફિલ્મના ડરામણા બૅકગ્રાઉન્ડમાં ચારે તરફ રહસ્ય અને ભયનો માહોલ જોવા મળે છે જ્યાં દરેક રહસ્ય પોતાની સાથે એક નવો ભય લઈને આવે છે.

ફિલ્મની વાર્તા ખેતરો અને એમની સાથે જોડાયેલાં જૂના ઇતિહાસમાં છુપાયેલાં રહસ્યો પર આધારિત છે. ટ્રેલરમાં એક એવા ગામની કહાની બતાવવામાં આવી છે જ્યાંના લોકો કોઈ અજાણી અને ભયાનક શક્તિના ઓછાયામાં જીવવા મજબૂર છે. તેઓ ઇચ્છે તો પણ આ ભયમાંથી બહાર નીકળી શકતા નથી. એવું લાગે છે કે જાણે કોઈ અલૌકિક શક્તિએ આખા ગામ અને ત્યાં રહેતા લોકો પર પોતાનો કબજો જમાવી દીધો હોય.

‘કાલી ખેતી’ના ટ્રેલરમાં જૅકી શ્રોફ પોતાની શાનદાર અદાકારી અને અભિનયની વિવિધતાથી દર્શકોને પ્રભાવિત કરતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ શરદ કેળકર પણ પોતાના દમદાર અભિનયથી ફિલ્મની વાર્તાને વધુ ગંભીરતા આપે છે. બન્ને કલાકારો ફિલ્મના ભયાનક માહોલને વધુ પ્રભાવશાળી બનાવે છે.

jackie shroff sharad kelkar upcoming movie trailer launch latest trailers bollywood buzz bollywood news bollywood gossips bollywood