13 October, 2026 09:12 AM IST | Nainital | Gujarati Mid-day Correspondent
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર હાલમાં પોતાની એક ફિલ્મના શૂટિંગ માટે ઉત્તરાખંડના નૈનીતાલ પહોંચી હતી. જાહ્નવીએ અહીં સુપ્રસિદ્ધ નયનાદેવી મંદિરમાં દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી અને ત્યાર બાદ પરિસરમાં આવેલા શિવલિંગ પર જળ ચઢાવ્યું હતું. આ દરમ્યાન તેણે નૈનીતાલના હવામાનની સાથે નૈની સરોવરની સુંદરતાનાં પણ વખાણ કર્યાં હતાં. આ મુલાકાત સમયે મંદિર વ્યવસ્થાપન સમિતિના હોદ્દેદારોએ અભિનેત્રીને નયનાદેવી મંદિરના ઇતિહાસ અને ધાર્મિક મહત્ત્વ વિશે માહિતી આપી હતી.
જાહ્નવીને મંદિર પરિસરમાં જોઈને શ્રદ્ધાળુઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. જાહ્નવી લગભગ ૧૫ મિનિટ સુધી મંદિરમાં રોકાયા બાદ ત્યાંથી પરત ફરી હતી.