15 January, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૃતિક રોશન અને યામી ગૌતમ
હૃતિક રોશનની ૨૦૧૭માં આવેલી રિવેન્જ થ્રિલર ‘કાબિલ’ની સીક્વલ આવી રહી હોવાની ચર્ચા છે. ફિલ્મના ડિરેક્ટર સંજય ગુપ્તાએ સોશ્યલ મીડિયા પર ફૅનના પ્રશ્નના જવાબમાં આ વાતનો આડકતરો સ્વીકાર કર્યો છે જેના પછી ફૅન્સ આ વાતને ‘કાબિલ 2’ના સત્તાવાર કન્ફર્મેશન તરીકે સ્વીકારી રહ્યા છે.
૨૦૧૭માં આવેલી ‘કાબિલ’માં હૃતિક રોશન અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં હતાં. ‘કાબિલ’ બૉક્સ-ઑફિસ પર શાહરુખ ખાનની ‘રઈસ’ સાથે ટકરાઈ હતી છતાં ફિલ્મે સારો પ્રતિસાદ મેળવ્યો હતો.
સંજય ગુપ્તાના નિવેદન પ્રમાણે ‘કાબિલ 2’ પહેલી ફિલ્મ કરતાં વધુ ડાર્ક, ઇન્ટેન્સ અને ખતરનાક બનવાની છે. હાલમાં મેકર્સ તરફથી કોઈ સત્તાવાર રિલીઝ-ડેટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ પ્રમાણે સ્ક્રિપ્ટ તૈયાર છે અને ફિલ્મ ૨૦૨૬ના અંત અથવા ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે.