✕

કંગના રનૌત અને રાણા દગુબટ્ટીની જોડી જોવા મળશે હૉરર ફિલ્મમાં?

03 November, 2026 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી હિન્દી ફીચર ફિલ્મ હશે. હિન્દી મીડિયાને પણ આ વિશે કોઈ માહિતી નથી. અમે પહેલી વાર આ જાણકારી જાહેર કરી રહ્યા છીએ.’ રિપોર્ટ પ્રમાણે ‘સ્કૅરી પિક્ચર’માં રાણા દગુબટ્ટી નિર્માતા તરીકેની જવાબદારી નિભાવશે પણ ફિલ્મમાં તે અભિનય પણ કરશે કે નહીં.

રાણા દગુબટ્ટી, કંગના રનૌત

કંગના રનૌત લાંબા સમયથી કોઈ હિન્દી હૉરર ફિલ્મમાં જોવા મળી નથી. તેની છેલ્લી હૉરર ફિલ્મ તામિલ હૉરર કૉમેડી ‘ચંદ્રમુખી 2’ હતી. એ પહેલાં તેણે ૨૦૦૯માં રિલીઝ થયેલી ‘રાઝ : ધ મિસ્ટ્રી કન્ટિન્યુઝ’માં લીડ ઍક્ટ્રેસની ભૂમિકા ભજવી હતી. કંગના હવે એક ‘સ્કૅરી પિક્ચર’ નામની નવી હિન્દી હૉરર ફિલ્મમાં જોવા મળવાની છે અને એમાં તેની સાથે રાણા દગુબટ્ટી જોવા મળશે. 

પોતાની આ નવી ફિલ્મ વિશે વાત કરતાં રાણા દગુબટ્ટીએ કહ્યું હતું કે ‘આ એક હૉરર ફિલ્મ છે. એનું નિર્દેશન રવિ બાબુ કરશે જે મારા મિત્ર પણ છે. તેમણે તેલુગુ ભાષામાં અનેક હૉરર ફિલ્મો બનાવી છે અને આ તેમની પહેલી હિન્દી ફીચર ફિલ્મ હશે. હિન્દી મીડિયાને પણ આ વિશે કોઈ માહિતી નથી. અમે પહેલી વાર આ જાણકારી જાહેર કરી રહ્યા છીએ.’ રિપોર્ટ પ્રમાણે ‘સ્કૅરી પિક્ચર’માં રાણા દગુબટ્ટી નિર્માતા તરીકેની જવાબદારી નિભાવશે પણ ફિલ્મમાં તે અભિનય પણ કરશે કે નહીં એ વિશે હજુ કોઈ માહિતી સામે આવી નથી.

kangana ranaut rana daggubati indian films south indian film bollywood buzz bollywood news bollywood gossips bollywood