Katra News: માતા વૈષ્ણોદેવીનાં દર્શને ગયેલો Orry ન કરવાનું કરી બેઠો, FIR દાખલ કરવામાં આવી

17 March, 2025 12:52 PM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Online Correspondent

Katra News: ઓરી એક પ્રાઇવેટ હોટલમાં તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહ્યો છે. એ વિડીયોમાં દારૂની બોટલો પણ જોવા મળે છે.

ઓરીની ફાઇલ તસવીર

Katra News: સોશિયલ મીડિયામાં ચગતું નામ એટલે ઓરહાન અવત્રામણી, ઉર્ફે ઓરી. હવે ફરી એ ચર્ચામાં આવ્યું છે. ઓરી અને અન્ય સાત લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. વાત કૈંક એમ છે કે કટારાની એક હોટલમાં કથિત રીતે દારૂ પીવાને કારણે સોશિયલાઇટ ઇન્ફ્લુએન્સર ઓરી સામે એફઆઇઆર નોંધવમાં આવી છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર ઓરી માતા વૈષ્ણોદેવી ધામ (Katra News)ની મુલાકાતે આવ્યો હતો. ત્યાં તેણે એવો કાંડ કર્યો છે જેને કારણે એફઆઇઆર નોંધાઈ છે. વળી, તેની આ કારણે ધરપકડ પણ થઈ શકે છે એવી શક્યતા છે. કારણકે રિયાસી જિલ્લાના એસપીએ કહ્યું હતું કે બોલિવૂડ સ્ટાર તરીકે જાણીતી હસ્તી ઓરીની ધરપકડ કરવામાં આવશે. 

વાત કૈંક એમ છે કે ઓરીએ ઇન્સ્ટાગ્રામ પણ કેટલી તસવીરો શેર કરી હતી. જે બાદ તે બરાબરનો ફસાયો છે. ઓરીએ કટરા (Katra News)નીની એક હોટલમાં દારૂ પીધો હતો તે સમયની તસવીર સોશિયલ મીડિયા પર અપળો કરી હતી. આ તસવીર જોયા બાદ કટરા પોલીસ સ્ટેશનમાં તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જોકે, આ કેસમાં અન્ય આઠ લોકો પર પણ આ પ્રમાણેનો આરોપ મૂકવામાં આવ્યો છે.

પંદરમી માર્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો. જેમાં ઑરી એક પ્રાઇવેટ હોટલમાં તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહ્યો છે. એ વિડીયોમાં ટેબલ જોવા મળે છે અને તેની પર દારૂની બોટલો જોવા મળે છે. જોકે, કટરામાં દારૂ અને માંસના સેવન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એવા સમયે જ્યારે ઓરી અને તેના મિત્રોની દારૂ પાર્ટી સામે આવી છે ત્યારે તેઓની સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. 

તમને જણાવી દઈએ કે માતા વૈષ્ણોદેવી મંદિરમાં દારૂ અને માંસાહારી ભોજનને કોટેજ સ્યુટની અંદર મંજૂરી નથી. તેમ છતાં ઓરીએ હોટેલ પરિસરમાં જ આ તે દારૂનું સેવન કર્યું હોવાથી તે ચર્ચામાં આવ્યો છે.

દેશના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને આસ્થા સાથે સંકળાયેલા લોકોની લાગણીઓને દૂભવનારા લોકો પર નજર રાખવા માટે પોલીસ અધિક્ષક કટરા, એસડીપીઓ કટરા અને એસએચઓ કટરાની દેખરેખ હેઠળ આ ટીમ બનાવવામાં આવી હતી. ગુનેગારોને કડક વલણ દાખવતાં મેસેજ આપ્યો હતો એસએસપી રિયાસીએ ઉમેર્યું હતું કે જે લોકો દેશના કાયદાનું પાલન નહીં કરે અને કોઈપણ રીતે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે, ખાસ કરીને ડ્રગ્સ અને દારૂમાં, તેમના માટે કોઈ સ્થાન નથી અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આમ કટરા (Katra News)ની પોલીસ સ્ટેશનમાં ઓરી, દર્શન સિંહ, પાર્થ રૈના, રિતિક સિંહ, રાશી દત્તા, રક્ષિતા ભોગલ, શગુન કોહલી અને અનાસ્તાસિલા અર્જામસ્કી આદેશનો ભંગ કરવા અને ધાર્મિક લાગણીને દૂભવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ લોકો સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 223 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

jammu and kashmir religious places orry Crime News india bollywood buzz bollywood gossips bollywood